Abtak Media Google News

સામાન્ય દુધની સરખામણીએ ઓછી કેલેરી વધુ વિટામીન, મિનરલ્સથી ભરપુર છે ટેસ્ટી આલમંડ મીલ્ક

દુધને પૃથ્વી પરનું અમૃત કહેવામાં આવે છે. દુધમાં અઢળક માત્રામાં કેલ્શીયમ, ન્યુટ્રીયન્સ  અને વિટામીન હોય છે જે રોજની ચા અને કોફી માટે ખુબજ જરુરી છે. આમ તો ફેટ, નોનફેટ, સ્ક્રીઝ, રાઇસ, કોકોનટ, ઓઇ પરંતુ વધુ એક દુધ આલમંડ મિલ્ડ વધુ હેલ્થી હોવાથી પ્રખ્યાત બની રહ્યું છે. અન્ય ડેરી પ્રોડકટની સરખામણીએ આલમંડ મિલ્ક યોગ્ય પર્યાય છે. કારણ કે આ દુધમાં ઓછી કેલેરી અને વધુ ન્યુટ્રીયન્ટસ હોય છે. જેને લીધે આ દુધ ટેસ્ટી અને હેલ્થી બને છે. બદામ દુધને તમે ઘરે પણ બનાવી શકો છો આ દુધ તમારા ઓટસ અથવા કોફીને ટેસ્ટી અને હેલ્થી બનાવશે.

દુધ હેલ્થી છે તે સૌ કોઇ જાણે છે પણ તેના પ્રોડકટમાં વધુ કેલેરી રહેલી હોય છે. એક ગ્લાસ દુધ પિવાથી ૧પ૦ જેટલી કેલેરી મળે છે ત્યારે ઓછા ગળ્યા બદામ દુધમાં માત્ર પ૦ કેલેરી હોય છે એટલે સામાન્ય દુધની સરખામણીએ ૪૦ ટકા ઓછું ફેટ હોય છે. માટે આલમંડ મિલ્ડ શ્રેષ્ઠ ઉપાય છે. ઘરે બનાવેલા આલમંડ મિલ્કમાં વિટામીન એ, બીવન, બીટવેલ્વ અને વિટામીન ડી હોય છે. ઘણાં લોકોને વિવિધ પ્રકારની  એલર્જી હોય છે અથવા તો સેન્સીટીવીટી હોય છે. એવા લોકો આલમંડ મિલ્કનું સેવન કરી શકે છે. આ ઉપરાંત આલમંડ મિલ્કની બ્રાંડ જેમ કે સો ગુડ આલ્મંડ ફ્રેશ તેઓ ગ્લુટીન ફી પ્રોડકટ  બનાવે છે માટે હેલ્થ માટે આ મિલ્ક વરદાન સ્વરુપ છે. હેલ્થ ઇસ્યુમાં કોલેસ્ટ્રોલ લેવલ પણ પડકારજનક છે. પરંતુ ગભરાશો નહીં.

આલમંડ મિલ્ક ઝીરો કોલેસ્ટ્રોલ સાથે આવે છે. માટે તે તમારા હાર્ટને હેલ્થી રાખવામાં મદદરુપ બનશે. આપણી માનસીકતા છે કે હેલ્થી ફ્રુડ ટેસ્ટી હોતું નથી. જયારે આલમંડ મિલ્ક આ સ્ટીરીયોટાઇપને તોડે છે. વળી બદામ દુધમાં પલ તમને વિવિધ પ્રકારની ફલેવર મળી રહેશે. જે ખુબ જ ટેસ્ટી અને ગુણકારી છે આ તમામ ફેકટરથી સાબીત થાય છે કે અન્ય ડેરી પ્રોડકટની સરખામણીએ આલમંડ મિલ્ક બેટર અને હેલ્થી ઓપ્શન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.