લાઇટ…. કેમેરા…. એકશન…. ગોંડલના રાજવી પેલેસમાં શૂટીંગ

ગુજરાતી આલ્બમ માટે નામાંકિત કલાકારો આવી પહોંચ્યા: રિવર સાઇડ પેલેસ, આશાપુરા ઘાટ, હેવન રિસોર્ટ અને નાની-મોટી બજારમાં શૂટ

કોરોના કાળ અને લોકડાઉનમાં જાણે સમગ્ર દુનિયા થંભી ગઈ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું બોલીવુડ હોલીવુડ અને ઢોલીવુડ એના માનિતા ગોંડલના રાજવી પરિવારના રિવરસાઇડ પેલેસ નવલખા બંગલા તેમજ ઓર્ચાર્ડ પેલેસમાં સલમાનખાન, એશ્વર્યા રાય, અજય દેવગન, મિથુન ચક્રવર્તી, આયુષ્યમાન ખુરાના, સોનાક્ષી સિંહા સહિતના દિગ્ગજ કલાકારો શૂટિંગ માટે આવી ચૂક્યા છે પરંતુ કોરોના કાળમાં રાજવી પરિવાર દ્વારા જ પ્રવાસીઓ માટે પેલેસની મુલાકાત બંધ કરી દેવામાં આવી હતી પરંતુ જ્યારે અનલોક તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આજે અહીંના રિવર સાઇડ પેલેસમાં ગુજરાતી આલ્બમ ના કલાકારો અંશુલ ત્રિવેદી – પૂજા જોશી, ડાયરેક્ટર ધ્વનિ ગૌતમ, સિંગર ગીતા રબારી, મ્યુઝિક સુર સાગર એન્ડ ઈલ્યુશન પ્રોડક્શન, અને મ્યુઝિક ડિરેક્ટર રાહુલ મુંજરીયા સહિત ના લોકો આવી પોહચ્યાં છે અને આ ગુજરાતી ગીત નું શૂટિંગ ગોંડલ ના રિવર સાઈડ પેલેસ – આશાપુરા ઘાટ – હેવન રિસોર્ટ – નાની બજાર અને મોટી બજાર માં શૂટ થશે.

ગુજરાતી આલ્બમ ના કલાકારો અંશુલ ત્રીવેદી જે કેસરિયા મુવી, રામ લીલા માં રણવીર સિંહ ના મિત્ર ના રોલ માં, સસૂરાલ સીમરકા, ઝાંસી કી રાની, રમૈયા વસ્તવૈયા અને અનેક સિરિયલો અને પિક્ચર્સ માં રોલ ભજવેલા છે અને પૂજા જોષી જે હિન્દી સિરિયલ કાલ ભૈરવ રહસ્ય, ઈન્ટરનેટ વાલા લવ, આ ફેમિલી કોમેડી (ગુજરાતી સિરિયલ), કુમ કુમ ના પગલાં પાડ્યાં જેવી અનેક સિરિયલો અને પિક્ચર્સ માં રોલ ભજવયા છે અને મ્યુઝિક ડિરેકટર  રાહુલ મુંજરીયા હિન્દી અને ગુજરાતી ના ૧૧૦ જેટલા ફિલ્મો કરેલા છે ગુજરાત ના ટોપ ૩ માં ના એક આ મ્યુઝિક ડિરેક્ટર છે આ સાથે જ ગોંડલ માં ફરી પાછા  લાઈટ, કેમેરા એક્શન ના અવાજો ગુંજતા થયા અને તેને નિહાળવા ફરી લોકો ઉમટયા હતા

Loading...