Abtak Media Google News

આશરે ૪ બિલિયન વર્ષો પહેલા મંગળ ગ્રહ પર જીવન શકય હોવાનો દાવો

માનવ છેલ્લા લાંબા સમયથી જીવન શક્ય છે કે કેમ તેની શોધમાં લાગેલો છે. મંગળ ગ્રહ ખુબજ ગરમ હોવાથી તેનો રંગ લાલ છે. માનવ શરીર આટલી ગરમી સહન કરી શકે નહીં. જેના કારણે જીવન શક્ય છે કે કેમ તે અંગેની અવઢવ ચાલી રહી હતી. તે ગાળા દરમિયાન જર્નલ ઓફ સાયન્સ એડવાન્સીસમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ મંગળ ગ્રહ ઉપર જીવન શકય હોય તો પણ તે ગ્રહની સપાટીની સેંકડો કિલોમીટર અંદર શકય છે.

જર્નલ ઓફ સાયન્સ એડવાન્સીસમાં મંગળ ગ્રહના વિવિધ માહિતીઓ અંગે ચર્ચા કરવામાં આવી છે. વિવિધ માહિતીઓ, અહેવાલોને ધ્યાને રાખી આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં મંગળ ગ્રહની ગરમીથી માંડી તમામ ભૌગોલીક બાબતોને ધ્યાને લેવામાં આવી છે. જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે કે, આજથી આશરે ૪.૧ બિલીયન વર્ષો પહેલા મંગળ ગ્રહ પર જીવન શકય હતું. પરંતુ હાલની તારીખે તેના ભુતળમાંથી ગરમી પ્રજવલ્લીત થઈ જતાં ગ્રહ પર હાલના તબક્કે જીવન શકય નથી પરંતુ હજુ પણ ગ્રહના પેટાળમાં બરફનો મોટો જથ્થો પડેલો છે જે ગરમી અને ઠંડીનું સંતુલન જાળવી શકવા સક્ષમ છે. જેને ધ્યાને રાખી હાલના તબક્કે કહી શકાય કે, મંગળ ગ્રહ ઉપર તો નહીં પરંતુ તેના પેટાળમાં જીવન શકય છે.

જો અબજો વર્ષ પહેલાની મંગળ ગ્રહની સ્થિતિને ધ્યાને લેવામાં આવે તો ત્યાં ગરમ અને ભીનું વાતાવરણ હતું જેનું મુખ્ય કારણ તેના પેટાળમાં રહેલા બરફનો જથ્થો છે. પરંતુ સંશોધનોને ધ્યાને રાખીને એ બાબતને પણ ભુલી ન શકાય કે તે સમયે પણ મંગળ ગ્રહ પર ગુરૂત્વાકર્ષણ બળનો અભાવ હતો. જેથી તે સમયે પણ સામાન્ય માનવ જીવન મંગળ ગ્રહ પર શકય નહોતું. સમય જતાં વાતાવરણ પાતળુ થતાં તાપમાનમાં વધારો થયો હતો. જેના પરિણામે પાણીનું અસ્તિત્વ ધીમે ધીમે પૂર્ણ તતું ગયું અને હાલના સમયમાં મંગળ ગ્રહની સપાટીમાં પાણીનું બિલકુલ અસ્તિત્વ છે નહીં પરંતુ તેમ છતાં હાલના સમયે એમ કહી શકાય નહીં કે, તેના ભૂતળમાં પણ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે કે કેમ ? બની શકે કે મંગળગ્રહના ભૂતળમાં હજુ પણ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય જેના કારણે મંગળ ગ્રહ પર જીવન શકય બની શકે. મંગળ ગ્રહ પર જીવન શકય છે કે કેમ તે અંગેનો સચોટ અહેવાલ મેળવવા માટે મંગળ ગ્રહની પેટાળનો અભ્યાસ કરવો જરૂરી છે.

રૂટર્સ યુનિવર્સિટીના સહાયક પ્રો.લુજેન્દ્ર ઓઝાના જણાવ્યાનુસાર આવી સપાટી પર હાઈડ્રોથર્મલ (વાતાવરણનું યોગ્ય પ્રતિનિધિત્વ કરી જીવન ટકાવી શકાય છે) જેના આધારે જ અબજો વર્ષ પહેલા મંગળ ગ્રહ પર જીવન શકય હતું. ઓઝાએ જણાવ્યું છે કે, વાતાવરણના સ્તરને યોગ્ય પરાવર્તીત જો કરી શકાય તો અને તો જ મંગળ ગ્રહની સપાટી પર જીવન શકય બની શકે છે. વાતાવરણને પરાવર્તીત કરવા માટે જે ઉર્જાની જરૂર પડે છે તે  ફકત સુર્ય પાસે જ ઉપલબ્ધ છે. પરંતુ હજુ પણ મંગળની પેટાળનો અભ્યાસ કર્યા બાદ જ સચોટ અહેવાલ મેળવી શકાય કે મંગળ ગ્રહની પેટાળમાં જીવન શકય છે કે કેમ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.