Abtak Media Google News

ક્ષણિક ગુસ્સામાં આકરૂ કદમ ઉઠાવનારાઓને સબક સમાન વડોદરા સેશન્સ કોર્ટનો હુકમ

કહેવત છે કે ઘર કંકાસથી પાણીયારાના ગોળાનું પાણી પણ સુકાય જાય છે. અને દંપતિના વિખવાદથી પરિવાર વેરાન થઈ જાય છે. વડોદરામાં જુગાર રમવા માટે વધુ પૈસા આપવાનો ઈન્કાર કરનાર પત્નિને જુગારી પતિએ સળગાવી દેવાના કેસમાં અદાલતે આજીવન કારાવાસની સજા ફરમાવતો ચુકાદો આપ્યો હતો.

વડોદરા સેશન્સ કોર્ટમા ચાલેલી આ ખૂનકેસની સુનાવણી બાદ અદાલતે મંગળવારે પત્નીને જીવતી સળગાવી દેવાના ગયા વર્ષની ૨૭મી જાન્યુ.ના બનાવમાં આરોપી કસુરવાર ઠેરવી સજા આપી હતી.

આ કેસની વિગતવાર હકિકત મુજબ આરોપી ગુલઝાર સિંગ ચિકલીગર બનાવના દિવસે તા.૨૭મી જાન્યુ.૨૦૧૮ના રોજ ઘેર ગયો હતો અને જૂગારમાં મોટી રકમ હારી ગયા બાદ વધુ પૈસા ગૃહિણી તરીકે રહેતી પત્નિ બિંજલકૌર પાસે માંગ્યા હતા પૈસા આપવાનો કૌરે ઈન્કાર કરતા પતિ પત્નિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ચિકલીગર તેની પત્નિને ઘર બહાર કાઢી મૂકી હતી તેમ છતા તેનો ગુસ્સો ઠંડો પડયો ન હતો. અને રસોડામાંથી કેરોસીનનું કેન લઈ પત્ની બિજલકૌરને કેરોસીનથી નવડાવીને આગ ચાંપી દીધી હતી.

અગન જવાળાઓમાં ઘેરાયેલી બિજલ કૌરની મરણચીસો સાંભળીને પડોશીઓ મદદે દોહી આવ્યા હતા અને તેમણે આગ ઠારી હતી ગુલઝારસીંગ ચિકલીગર પણ આગ ઠારતી વખતે દાઝયો હતો બિજલકૌરને વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જયા તેમણે પોલીસ અને મામલતદારને આપેલા નિવેદનના પગલે બાકોડ પોલીસે ગુનો નોંધી ચિકલીગરની ધરપકડ કરી હતી. અને આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જત જુગારના પૈસાનો આપવાનો ઈન્કાર કરનાર પત્નીને જીવતી સળગાવી દેનાર પતિને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.