લ્યો કરો વાત… હવે આવી રહ્યા છે રિમુવેબલ ડિસ્પ્લે વાળા સ્માર્ટફોન

શાઓમી સતત નવી ડિઝાઇન અને સુવિધાઓ સાથે સ્માર્ટફોન લોન્ચ કરે છે. આ સાથે કંપની કેટલાક નવા સ્માર્ટફોન પર પણ કામ કરી રહી છે, જે મોડ્યુલર ડિઝાઇન સાથે આવશે. ચીની ટેક કંપનીએ તાજેતરમાં એક નવું પેટન્ટ પ્રકાશિત કર્યું છે. જેમાં રિમુવેબલ ડિસ્પ્લે ટેકનોલોજીનો ઉલ્લેખ છે. જેના પરથી ફલિત થાય છે કે કંપની ટૂંક સમયમાં ડિસ્પ્લે રિમુવ થાય તેવો ફોન બજારમાં લોન્ચ કરશે.

આ ડિસ્પ્લેને મોબાઈલથી રિમુવ કરી શકાશે. અને અલગથી જોડી પણ શકાશે. આ ફોનમાં ડિસ્પ્લેની નીચે કેમેરો રહેશે તેવી શકયતા છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે ડિસ્પ્લે કનેક્ટ થાય છે, ત્યારે ઝિઓમીની આ ડિવાઇસ સામાન્ય હેન્ડસેટ જેવી લાગે છે. પેટન્ટમાં પણ ડિસ્પ્લે અલગથી જોઈ શકાય છે. ડિસ્પ્લેના પાછળના ભાગમાં બે સ્પીકર છે. હજુ આ ફોન અંગે અનિશ્ચિતતા છે. હજુ કંપની ફોન લોન્ચ કરશે કે નહીં તેના પરથી પડદો ઊંચકાયો નથી. અલબત્ત કંપની દ્વારા પેટન્ટ ફાઇલ થતા ભવિષ્યમાં આવી ટેકનોલોજીનો ઉપયોગ મોબાઈલ ફોન નિર્માણમાં થઈ શકે છે.

Loading...