ચાલને જીવી લઇએ: આજે વિષ્ણુ પ્રસાદ દવે (પ્રસાદજી)ના પ્રાચીન ભજનો

‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક શ્રોતાઓનો અતિલોકપ્રિય કાર્યક્રમ ચાલને જીવી લઇએમાં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે.

આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલાને લોકો સુધી પહોંચાડવા માટેનું એક પ્લેટફોમ પુરૂ પાડવા ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે.

ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં આજે આપણે સુપ્રસિધ્ધ ભજનીક વિષ્ણુ પ્રસાદ દવે (પ્રસાદજી)ના કંઠે ગવાયેલા ભજનો, ગીતોની મોજ માણવાની છે તો જાણીએ આપણે જાણીતા કલાકાર પ્રસાદજીની વાતો.

ભજનીક વિષ્ણુ પ્રસાદ દવે જેઓ જાણીતા શિક્ષણવિધ, હાસ્યકલાકાર સાંઇરામ દવેના પિતા છે અનેક દાયકાઓથી તેઓએ પોતાના કંઠનો જાદુ વહેતો કરી લોકોને આનંદ વિભોર કર્યા છે. છેલ્લા ૪૫ વર્ષથી રાજકોટ આકાશવાણી માન્ય પ્રાચીન ભજનીક તરીકે પોતાનો અવાજ આપી રહ્યા છે. પ્રસાદજીમાં શિક્ષણ, સંગીત અને સત્સંગનો ત્રિવેણી સમન્વય જોવા મળે છે. ૨૦૦૭માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે શ્રેષ્ઠ ભજનકનો એવોર્ડ મેળવ્યો છે. ત્યારબાદ તેમના મૂળ વતન અમરનગરમાં સમસ્ત ગ્રામજનોએ ધૂમાડાબંધ ભોજન સમારંભ ગોઠવી એક રસોડે જમી દબદબા ભેર સન્માન કર્યુ છે.

કલાકારો

 • કલાકાર: વિષ્ણુપ્રસાદ દવે
 • ડીરેકટર-એન્કર: પ્રિત ગોસ્વામી
 • તબલા: મહેશ ત્રિવેદી
 • પેડ: કેયુર બુધ્ધદેવ
 • કીબોર્ડ: પ્રશાંત સરપદડિયા
 • સાઉન્ડ: વાઇબ્રેશન સાઉન્ડ અનંત ચૌહાણ

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

 • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
 • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
 • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
 • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

આજે પ્રસ્તુત થનારી સુમધુર કૃતિઓ

 • મારા દિલ દિવાના
 • સખી ડંકો વાગ્યો મને જીણો જીણો નાદ સંભળાય
 • જીંદગાની હું ગુમરૂ પ્રેમના વ્યાપાર પર
 • રામે દીધો છે રૂડો રોટલો
 • અજવાળુ.. રે…
 • આટલો સંદેશો…
 • તમે સિદને રોકો છો મને..
Loading...