‘ચાલને જીવી લઇએ’ આજે હાલારનું હીર વિપુલ પ્રજાપતિના ભજનો

અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીક શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’ માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર-ગુજરાત દેશ અને વિદેશમા વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરેલ છે.

આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલાને લોકો સુધી પહોચાડવા  માટેનું એક પ્લેટફોર્મ પુરૂ પાડયા ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે.

‘ચાલને જીવી લઇએ’ કાર્યક્રમમાં આજે જીજ્ઞેશ મેસવાણીયાના કંઠે ગવાયેલા લોકગીતો,સંતવાણી ભજનો વગેરેની મોજ માણવાની છે. તો આવો આ કલાકારને જાણીએ.

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના નરમાણા ગામના વતની હાલ જામનગર છોટીકાશીને જેેણે કર્મભૂમિ બનાવી છે તે પ્રસિઘ્ધ કલાકાર અને સ્નેહાળ તેમજ લાગણીશીલ સ્વભાવ ધરાવતા વિપુલ પ્રજાપતિને લોકસંગીત, ભજનની કલા વારસામાં મળી છે. પિતા ધનજીભાઇ પણ ભજન પ્રેમિ હોય ભજન ગાતા જેથી નાનપણથી જ તે સંસ્કારોનું સિંચન કરી વિપુલભાઇએ પણ ભજનો ગાવાનું શરૂ કરી.

પાછુ વાળીને જ જોયું હોય તેમ કલાક્ષેત્રમાં પ્રગતિના સોપાન સર કરતા રહ્યા હાલારનું હીર એવા વિપુલભાઇ એ યુ ટયુબમાં પણ ચાર જુગના વાપક પ્રસિઘ્ધ કરી ખુબ જ લોકચાહના મેળવી છે.

તેઓએ પ્રસિઘ્ધ કલાકારો, માયાભાઇ આહિર, રામદાસ ગોંડલીયા, પરસોતમ પુરી, અશોકભાઇ પંડયા વગેરે સાથે અનેક કાર્યક્રમોમાં પોતાના આગવી કલાથી લોકોને મંત્ર મુગ્ધ કર્યા છે.

કાલાવડ નવા રણુજા મંદિરમાં કાર્યક્રમો દ્વારા વિશેષ સફળતા મેળવી અનેક સંતો-મહાપુરૂષોના સાનિઘ્યમાં આશ્રમોમાં ભજન સંતવાણીના કાર્યક્રમો દ્વારા આશિર્વાદ મેળવ્યા છે.

જામનગર શહેરની ભાગોળે આવેલા ઠેબા ગામના અને કુદરત ગ્રુપવાળા પ્રસિઘ્ધ ભજનીક અને રામદેવપીર મહારાજના સેવક સ્વ. નંદલાલભાઇ પટેલના સહયોગથી મોટું પ્લેટ ફોમ મેળવનાર વિપુલભાઇ પ્રજાપતિના ભજનોને આજે આપણે માણશું તો ભૂલાય નહી ‘ચાલને જીવી લઇએ’

કલાકારો

 • કલાકાર: વિપુલ પ્રજાપતિ
 • ડીરેકટર એન્કર: પ્રિત ગોસ્વામી
 • તબલા: મહેશ ત્રિવેદી
 • પેડ: કેયુર બુઘ્ધદેવ
 • કી બોર્ડ: પ્રશાંત સરપદડિયા
 • સાઉન્ડ: વાઇબેશન સાઉન્ડ – અનંત ચૌહાણ

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

 • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
 • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
 • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
 • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

આજે પ્રસ્તુત થનારી સુમધુર કૃતિઓ

 • જેસલ કરીલે વિચાર….
 • અંગુઠો મરડીને પીયુને….
 • રામદેવપીરના પંથમાં….
 • રણુજા વાળો મારા કાળજાની….
 • રામાધણી રે.. તારો મહિમા….
 • હે માનવ વિશ્ર્વાસ કરીલે……
 • ‘ભેળિયો’ ઉંચે રે ડુંગર….
 • ભલે રે ઓઢયો માતાજી….
 • રમતી આવે…. માડી….
Loading...