‘ચાલને જીવી લઈએ:’આજે ચંદુભાઈ પટેલના પ્રાચિન ભજનો

અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીક શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’ માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર-ગુજરાત દેશ અને વિદેશમા વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરેલ છે.આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલાને લોકો સુધી પહોચાડવા  માટેનું એક પ્લેટફોર્મ પુરૂ પાડયા ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે.

‘ચાલને જીવી લઈએ’માં આજના કલાકાર જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામના વતની અને પ્રસિધ્ધ ભજનીક ચંદુભાઈ પટેલે રાજકોટને કર્મભૂમિ બનાવી ભજનક્ષેત્રમાં એક અલગ નામ અંકીત કર્યું છે.

નાનપરથી જ પિતા દ્વારા ગવાતા કિર્તન દ્વારા ભજનની પ્રેરણા મેળવનાર ચંદુભાઈ છેલ્લા પર વર્ષથી ભજનો, સંતવાણીના કાર્યક્રમો આપે છે.

પોતાના વતન ચિત્રાવડથી મુંબઈ ખાતે ૧૨ વર્ષ રહ્યા દરમ્યાન પ્રખ્યાત કલાકાર અને સંત કાનદાસબાપુના આશ્રમે બાપુના સાનિધ્યમાં ભજનો રજૂ કરી બાપુની કૃપા મેળવતા ચંદુભાઈએ નારાયણ સ્વામિ, પ્રાણલાલ વ્યાસ, નિરંજન પંડયા, વિશ્ર્નુપ્રસાદ દવે સહિતના કલાકારો સાથે ભાંગતીરાતે ભજનો રજૂ કરી શ્રોતાઓની વાહવાહો પ્રાપ્ત કરી છે.

આકાશવાણી, દૂરદર્શન સહિત અનેક ચેનલોમાં પણ ભજનોનાં અનેક કાર્યક્રમો આપવા ઉપરાંત, દેવપનરા ચોકમાં પરમાથૅ ગ્રુપ દ્વારા રામભાવ ભજનમાં નારાયણ સ્વામિની હાજરીમાં ચંદુભાઈનું જાહેર સન્માન- કરવામાં આવ્યું હતુ.

દેશીવાણીના કલાકાર ચંદુભાઈ પટેલના કંઠે ગવાયેલા પ્રાચિન ભજનોનો લ્હાવો લેવાનું આજે સાંજે ચૂકશો નહી ચાલને જીવી લઈએ.

કલાકારો

 • કલાકાર: ચંદુભાઈ પટેલ
 • ડીરેકટર એન્કર: પ્રિત ગોસ્વામિ
 • તબલા: મહેશ ત્રિવેદી
 • પેડ: કેયુર બુધ્ધદેવ
 • કી બોર્ડ: પ્રશાંત સરપદડિયા
 • સાઉન્ડ: વાયબ્રેશન સાઉન્ડ અનંતભાઈ ચૌહાણ

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

 • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
 • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
 • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
 • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ

 • અજરા જરીયા ન જાય…
 • રામને ભજીલે હરિને…
 • જીઓ વણઝારા…
 • પૃથ્વીમાં પાખંડ…
 • રી બુડતી બેડીના…
 • ન બદીયા બેદ કયા…
 • એવા રસીલા નેણા…
 • કબ સુમરો ગે રામ…
 • પ્રભુ તારા ભકતો…
Loading...