Abtak Media Google News

ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાનો આનંદ આપણે લુટયો, રોજીંદા જીવનમાં અનેક ધાર્મિક, સામાજીક, પરંપરાગત કે જ્ઞાતિગત તહેવારો કે ઉત્સવો ઉજવવામાં આપણે બધા ખુબજ ઉત્સાહ દાખવીએ છીએ,જે રૂરી પણ છે. પણ કયારેક તો આવી ઉજવણીઓમાં ઉન્માદનો અતિરેક જોવા મળે છે. જયારે આપણા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં આપણે સાવ નિરસ અને નિષ્કિય રહીઓે છીએ.ખરેખર રાષ્ટ્રીય પર્વોની  ઉજવણી ખૂબજ ઉત્સાહ પૂર્વક થવી જોઈએ  જેથી સમાજ જીવનમાં રાષ્ટ્રભાવનાનું તત્વ ઉજાગર થાય, રાષ્ટ્રધર્મને  તમામ ધર્મો અને પરંપરાઓ કરતા  ઉંચો ગણવોએ  પ્રજાસત્તાક  રાષ્ટ્રના સ્વસ્થ નાગરીકની નિશાની છે. પ્રજા જીવનમાં રાષ્ટ્રીયતાને વધુ દઢ કરવાની આપણા સૌની પવિત્ર ફરજ અને કર્તવ્ય પણ છે. રાષ્ટ્રઘર્મનો  પ્રચાર-પ્રસાર આજની તાતી જરૂરીયા છે.

અત્યારના  સમયમાં રાષ્ટ્રીયપર્વની ઉજવણી માત્ર સરકારી કાર્યક્રમ બની રહે છે. થોડી સ્કૂલ કોલેજ પુરતી જ મર્યાદીત બની જાય છે.આમ પ્રજાને પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય દિન, શહિદ દિન, ઓગષ્ટક્રાંતિ કે ગાંધી જયંતિ વિશે પુરી જાણકારી કે સમજણ પણ નથી હોતી અને જરા સરખો ઉત્સાહ પણ નથી હોતો, વેલેન્ટાઈન ડે કે ૩૧ એસ.ટી. નિમિતે યોજાતી વલ્ગર ડાન્સ પાર્ટીઓમાં ગળાડુબ યુવાધનને રાષ્ટ્રધર્મના પ્રચાર- પ્રસારમાં જરાપણ રસ હોતો નથી, ખરેખર તો લોકશાહીના હાર્દને જીવંત રાખવામાં, જનસામાન્યમાં રાષ્ટ્રીયતાનો ભાવ જગાવવામાં અને  નવી પેઢીને રાષ્ટ્રપ્રેમનું મહત્વ સમજાવવામાં આપણે બધાજ ઉણા ઉતર્યા છીએ એ હકીકત પણ સ્વીકારવી જ રહી.

જરા વિચારીએ, ઉત્તરાયણના દિવસે આકાશમાં જેટલા પતંગો ચગે તેના થોડા ભાગના પણ તિરંગા પ્રજાસત્તાક દિને અગાસીઓ પર ફરકે તો? મહાશિવરાત્રિ, જન્માષ્ટમી કે ઈદના દિવસે નીકળતી રવેડી, શોભાયાત્રા કે જુલુસમાં જે માનવ મહેરામણ ઉમટે છે તેનો થોડો ભાગ પણ સ્વાતંત્ર્ય દિને પ્રભાત ફેરીમાં નીકળે તો?હોમ હવન,યજ્ઞ ,કથા -કિર્તન,પારાયણ વિગેરેમાં જે સમય,શકિત અને નાણા ખર્ચાય છે તેનો  થોડો અંશ પણ જો રાષ્ટ્રધર્મના પ્રચાર અને પ્રસારમાં વપરાય તો ?નવરાત્રી,ગણેશોત્સવ કે તાજીયાની જેમ મહોલે- મહોલે રાષ્ટ્રપર્વે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાય તો? ધાર્મિક અને પરંપરાગત તહેવારો-ઉત્સવોની ઉજવણીમાં જે ઉત્સાહ આપણે દાખવીએ તે પૈકીના થોડો ભાગ જો રાષ્ટ્રીયપર્વની ઉજવણીમાં દાખવીએ તો ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.