Abtak Media Google News

મંઝિલનો મોહ છોડી દઈએ
સફરનો જ સાથ દઈએ
મનોરંજનને મુક્ત કરીએ
પ્રેમથી બે પળ સાથે રહીએ
ચાલને આપણે જીવી લઈએ

તકલાદી દુનિયાને તોડી દઈએ
આ લાગણીઓ સાથે લડી લઈએ
દૂર સુધી બસ જોડે ચાલતા જઈએ
એકબીજાના સાથી બની જઈએ
ચાલને આપણે જીવી લઈએ

સમાજની ચિંતા ના કરીએ
મન ફાવે તેમ આનંદ કરીએ
શરમ ને એક બાજુ મૂકી દઈએ
આ જીવનને મોજથી માણી લઈએ
ચાલને આપણે જીવી લઈએ

આ જંજાળની જાળ ને છોડી દઈએ
ફરી આપણે લાગણી જોડી દઈએ
ના ખબર ક્યારે આપણે વિખૂટા પડીએ
તો અત્યારે જોડે જીવી લઈએ
ચાલને આપણે જીવી લઈએ
તો ચાલને આપણે જીવી લઈએ

– આર. કે. ચોટલીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.