Abtak Media Google News

વામકુક્ષીથી ગેરફાયદાની વાતો જોજનો દૂર

બપોરે ૪ થી ૭ ઝોકું રાતની ઉંઘ બગાડે છે

ભારતના સામાજીક જીવનમાં ઋષિકાળથી જ ‘વામકૃક્ષી’ એટલે બપોરનું જમીન બે ધડી આરામ કરી લેવાના રિવાજનો આરોગ્ય સાથે સીધો સંબંધ હોવાનું તાજેતરમાં જ કરવામાં આવેલા સંશોધનમાં સિઘ્ધિ થયું છે.

જમી લીધા પછી  બપોરે થોડીકવાર આડે પરખે થવાથી અડધા દિવસના સતત શ્રમથી થાકી ગયેલા શરીરને ખુબ જ સારો વિશ્રામ અને આખા દિવસની સુસ્તિ દુર કરવા ખુબ જ મદદરુપ હોય છે. ન્યુટ્રિસિયશ ઋજુતા દિવાકરે કહ્યું છે કે વામકૃક્ષી તરોતાજા થવા માટે ખુબ ઉપયોગી છે.

વામકૃક્ષીની આપણી પરંપરા અને રિવાજ અંગે આપણ બાપ-દાદાઓ પાસેથી સાંભળીએ છીએ. અને વર્ષોથી વડીલો બપોરે ૧૦ થી ૩૦ મીનીટ સુઇને ફરીથી તાજામાજા થઇ જતા જોયેલા અથવા તો પરિવારની જીવનશૈલી અંગે આપણે જોતા આવ્યા છીએ.

ઋજુતા દિવાકરના મતે બપોરે જમી લીધા પછી તુરંત સુઇ જવાનો સમય ૧ થી ૩ રાખવો જોઇએ આ આદત માટે દરેકે ૪ થી ૭ વાગ્યા સુધી સુવાની આદાત ટાળવી જોઇએ ૧ થી ૩ વચ્ચે આરામ કરવાથી થતાં ફાયદા અંગે ઋજુતા જણાવે છે કે વામકૃક્ષી શરીરમાં અંત:સ્ત્રાવ નું સંતુલન સુધારે છે. હ્રદયનું સ્વાસ્થ્ય સુધારે છે. મેદસ્વીતામાં ધટાડો અનિચ્છિનીય ચરબીના વધારાના અટકાવ સહીત આરોગ્ય માટે અનેક ફાયદારુપ લાભ માટે વામકૃક્ષીની આદતમાંથી મળે છે.

સામાજીક જીવનમાં પેઢીઓથી વામકૃક્ષીની આદતના સારા નરસા પરિણામોની સમીક્ષા અને પ્રયોગો કરવામાં આવતા જીવનશૈલીની રીત ભાતમાં વામકૃક્ષી ફાયદારુપ છે કે નુકશાનકર્તા બપોરે સુવાથી ભવિષ્યમાં કેવી અસર થાય છે તેની પરિક્ષિત સમીક્ષામાં વામકૃક્ષીએ યોગ્ય દિનચર્ચા તરીકે જીવનશૈલી માટે ફાયદારુપ થતું હોવાનું સિઘ્ધ થયું છે.

ઋજુતાએ પોતાના અનુભવો અને અવલોકર્તા અને વામકૃક્ષીની ફાયદાકારક વાતોનું જીવંત  કાર્યક્રમ ફેસબુક ઉપર પોષ્ટ કર્યુ છે.

વામકૃક્ષી અંગે ખુબ જ ચર્ચા વિચારણા, સંદેહ અને ગેરસમજણની વાતો સત્યથી જોજનો દુર હોવાનું ફલીત થયું છે.

આજના યુગના એથેલેટસ ક્રિશ્ટીયાનો રોનાલ્ડો પોતાના પરર્ફોમશન તાજગી, શારીરિક સ્ફુર્તિ અને આત્મબળ માટે જ બપોરે બે ઘડી આરામ કરવાની આદતને કારણભુત ગણાવે છે. બપોરે થોડીવાર આરામ કરી લેવાથી સુસ્તી દુર થાય છે અને સ્ફુર્તિનો સંચાર થાય છે.

આમ, ભારતની જુની પરંપરામાં સમજદાર લોકો મહાજનો વ્યાપારી, શ્રીમંતો અને ખેત મજુરી કરતા દાડીયાઓ પણ પોતપોતાની રીતે બે ધડી આડે પડખે થવાની આદત ધરાવતા હતા. તે દૈનિક સ્ફુતિના પુન: સંચાર માટે ખુબ જ ફાયદા રુપ હોવાનું આધુનિક વિજ્ઞાને સ્વીકાર્યુ છે.

7537D2F3 3

બપોરે આરામ કરશો કેવી રીતે?

વામકૃક્ષીની પરંપરા અને આપણા રીવાજ મુજબ બપોરનું જમી લીધા બાદ તુરંત જ ૧ થી ૩ દરમિયાન ડાબા પડખે સુઇને આરામ કરી લેવો જો તમે કામ ધંધકાના સ્થળ અથવા તો શાળાએ હોય તો આગળ ટેબલ ઉપર માથુ નમાવીને ઝોકુ લઇ લેવું આ ઝોકુ ઓછામાં ઓછું  દસ મીનીટનું અને વધારેમાં વધારે અડધી કલાકનું જ હોવા જોઇએ. હા, માંદગીમાંથી બેઠા થયેલા લોકો, જુવાનીયા બાળકો, વયસ્કોક વૃઘ્ધો માટે બપોરે દોઢેક કલાક સુઇ જવાની હિમાયત કરવામાં આવી છે.

બપોરે સુવાની આદતના નિશ્ર્ચિત સમય માટે અપાયેલી સલાહ મુજબ ૪ થી ૭ વચ્ચે કયારેય ન સુવુ તેનાથી રાતની નિંદરમાં ખલેલ પડે છે. બપોરે સુતા પહેલા બીડી પીવાનું, ચોકલેટ, કોફી, ચા ન લેવી અને સુવા ટાણે ટીવી ચાલુ ન રાખવું

બપોરની ઉંઘ સ્ફુર્તિ માટે મદદરુપ બને છે. જમ્યા પછી આળસ દુર થાય છે. અને દિવસના આરામની ગુણવતા સુધારે છે. ઋજુતાના મત મુજબ બપોરનું ઝોકું ફરીથી તરોતાજા બનાવવા માટે અકસીર છે.

બપોરનું ઝોકું મેદસ્વીતા દુર કરવા માટે ઉપયોગી થાય છે. વામકૃક્ષીની હિમાયત કરનારા લોકોના મતે મેદસ્વીતા દુર કરવાના ઇલાજ તરીકે બપોરની ઉંઘ મદદરુપ થાય છે.  વામકૃક્ષી બપોરે જમીને બેઘડી ૧૦ થી ૩૦ મીનીટના  સમયગાળા દરમિયાન ડાબા પડખે ફરીનેુ સુઇ જવાથી અડધા દિવસ સુધીનો શારીરિક શ્રમથી થાકેલ શરીર ફરીથી સ્ફુર્તિમય બની જાય છે. અને શરીરના દૈહિક અંત:સ્ત્રોવોનું સંતુલન વ્યવસ્થિત થઇ જવાથી ડાયાબીટીશ, કેન્સર, ગર્ભાવસ્થા, એચ.આઇ.વી અને એઇડ જેવા જીવનશૈલી સાથે સંકળાયેલા અસંખ્યરોગોમાં બપોરનું આરામ ફાયોદાકારક સાબિત થયું છે.

વામકૃક્ષી અને એદીપણા વચ્ચેનો ભેદ

બપોરે ભોજન લીધા બાદ માત્ર ૧૦ થી ૩૦ મીનીટ સુધી ડાબા પડખે ફરી સુઇ જવું તેને  વામકૃક્ષી કહેવાય છે.

જયારે જમી લીધા બાદ અડધા કલાક કે તેથી વધારે સમય સુધી સુઇ રહેવાને એદીપણું કહેવાય છે.

જમ્યા પછીના બે ઘડીના ઝોંકાના ફાયદા

(૧)  વામકૃક્ષી બપોરનું ઝોકુ હ્રદયના સ્વાસ્થ્ય માટે અને ખાસ કરીને હાઇબીપી ધરાવતા લોકો માટે ફાયદાકારક છે

(ર) બપોરની ઉંઘ શરીરનું અંત:સ્ત્રાવીય સંતુલન સુધારે છે. ખાસ કરીને જે લોકોને ડાયાબીટીશ, બ્લડ પ્રેશર, થાઇરોડ અને વધુ પડતા આહારથી સર્જાતી સમસ્યાથી પિડાતા હોય તેમને બે ઘડી ઝોકું લઇ લેવું જોઇશે.

(૩) જો તમે અપચો, એસીડીટી અને ખોડા જેવી સમસ્યા ધરતાં હોય તો  વામકૃક્ષી ફાયદાકારક છે.

(૪) બપોરનું બે ઘડીનું ઝોકું રાતની ઉંઘની ગુણવતા સુધારે છે. હાથીપગા અને અનિંદ્રા જેવી સમસ્યા ધરાવતાં દર્દીઓ માટે બપોરનું ઝોકું લાભકારક હોય છે.

(પ) બપોરની નિંદર એક નાનુ એવું  ઝોકુ માંદગીમાંથી બેઠા થવા અને કામના થાકથી નિરવારવા મદદરુપ થાય છે.

(૬) બપોરની નિંદરથી વજન વધવાની વાત થાય છે. તે સાચું છે. પરંતુ ઉપર મુજબ બપોરના ઝોકાથી જે ફાયદા થાય છે તે ચરબી ધટાડવા માટે અવશ્ય મદદરુપ થાય તેવા કારણો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.