Abtak Media Google News

ગૂગલ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન “એંડરોઈડ ઓરીઓ” ને કંપનીએ અમેરીકામાં લોન્ચ કર્યો છે. આ સાથે જ કંપનીએ ઘણા નવા ફીચર્સ અને ટૂલ પણ આપ્યા છે. ગૂગલ એંડરોઈડ વેબસાઇટે પોતાના એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે “એંડરોઈડ ઓરીઓ” માં એક નવું પીકચર-ઇન-પીકચર મોડ, ઓપરેટિગ સિસ્ટમમાં નવા નોટિફિકેશન ડોટ્સ બ્લુટૂથ ઓડિયો પ્લાયબેક માં સુધાર કર્યો છે. હાલમાં જ લોન્ચ થયેલા સ્માર્ટફોન જેવા કે સેમસંગ ગેલેક્સી S8, અને S8 પ્લસ, અને એચટીસી U11 ને આ વર્ષના અંત સુધી સૉફ્ટવેર અપડેટ મળી જશે.

એક સર્વે પ્રમાણે વર્તમાન માં 85% સ્માર્ટફોન માં ગયા વર્ષે રીલીઝ થયેલા “એંડરોઈડ નોગટ” નું વર્ઝન હજુ સુધી અપડેટ થયું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.