Abtak Media Google News

ખજુર કુદરતી રીતે જ મીઠાશથી ભરપુર છે. આ ખજુર પ્રોટીન ,વિટામિન્સ અને મીનરલ્સથી ભરેલી છે. ખજુર લેવાથી પાચન ક્રિયા સુધરે છે, આંખોનું તેજ વધે છે. આ ખજૂરથી મળતા ફાયદાઓ લેવા માટે એક સરસ વાનગી બનાવીએ : “ખજુર પૂરી”.

ખજુર પૂરી બનાવવા જોઈશે  :

  • ૫૦૦ ગ્રામ ખજુર (રસ વાળો અને નરમ ખજુર)
  • ૧૫૦ ગ્રામ માવો
  • ૧૦૦ ગ્રામ બદામ, પીસ્તા અને કાજુ
  • ૧ ચમચી એલચી નો ભૂકો
  • ૧૦૦ ગ્રામ ટોપરા નું ખમણ
  • ૧ ચમચો ઘી

ખજુર પૂરી બનાવવાની રીત :

એક લોયામાં ઘી ગરમ કરવા મુકો. તેમાં પીસ્તા,બદામ અને કાજુને ધીમા તાપે તળો.
લોયામાંથી સુકોમેવો નીતારીને કાઢી લો.
ખજૂરના ઠળિયા કાઢી લો.
ઘી વાળા લોયામાં જ ખજુર નાંખીને હલાવો .
ખજુર એકદમ એકરસ થાય એટલે તેમાં માવો ઉમેરી દો .
ધીમા તાપે હલાવતા રહો માવો અને ખજુર મળીને કઠણ થાય ત્યાં સુધી હલાવતા રહો .
કઠણ થાય એટલે ગેસ બંધ કરી દો .
સુકામેવા ને અધકચરો પીસી લો .
ખજુર અને માવાના મિશ્રણમાં એલચી , સુકોમેવો અને ટોપરાનું ખમણ નાંખી દો .
હવે હાથે થી નાની પૂરી બનાવો .
બધી પૂરી વાળી તેને  સુકામેવાથી અને ટોપરાના ખમણ થી સજાવો અને પ્લેટમાં સર્વ કરો. તો બસ તૈયાર છે સરસ મજાની ખજુર પૂરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.