Abtak Media Google News

કજુરડા ગામના પ્રગતિશિલ ખેડુત ભિમાણી હરસુખભાઇ ઇટાલીયન મધમાખીની ખેતી કરી વર્ષે ૨ લાખ જેટલી રકમ કમાય છે

Khas Lekh Madh Uchher Kendra Dev B Dwarka 11મધમાખી ઉછેરથી આજુ બાજુના ખેતરમાં સરેરાશ ૩૦ ટકા જેટલું ઉત્‍પાદન વધુ મળે છે તથા જંતુનાશક દવાનો છટકાવ ઘટે છે -ભિમાણી હરસુખભાઇ

Khas Lekh Madh Uchher Kendra Dev B Dwarka 14વાત છે દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના જામખંભાળીયા તાલુકાના કજુરડા ગામના ખેડુત ભિમાણી હરસુખભાઇની. જેઓ સીનીયર કલાર્ક તરીકે આર્યુવેદીક યુર્નિવસિર્ટિ જામનગર ખાતે ફરજ બજાવતા હતા. આ નિવૃત કર્મચારી ખેડુતનો જન્‍મ જામનગર જિલ્‍લાના જોડીયા ગામમાં એક ગરીબ કુંટુંબમાં થયો હતો. તેઓ નાનપણમાં ખેત મજુરી કરતા અને સાથે સાથે ભણતા. હરસુખભાઇ કોલેજનો અભ્‍યાસ પુરો કરીને જામનગર આર્યુવેદીક યુર્નિવસિર્ટીમાં વર્ગ-૪માં ૧૯૮૩માં જોડાયા હતા.

Khas Lekh Madh Uchher Kendra Dev B Dwarka 10હરસુખભાઇ કજુરડા ગામમાં આશરે ૯ વિધા જેટલી જમીન ધરાવે છે. આ જમીનમાં તેઓ ઇટાલીયન મધમાખીની ખેતી કરી રહયા છે. હરસુખભાઇએ મધમાખી ઉછેરની તાલીમ લઇને ખેતી વિકાસની સાથે મધનું ઉત્‍પાદન કરીને પુરક કમાણી કરવાનો પ્રયાસ કર્યો છે. બાગાયત વિભાગ દ્વારા રૂા. ૮૦ હજારની સહાયથી તેઓએ મધમાખી ઉછેરની સાથે મધ એકઠું કરવાનો નવતર પ્રયોગ કરીને આજીવીકા ઉભી કરી છે. હરસુખભાઇ વર્ષે ર લાખ જેટલી ચોખી રકમ મધમાખીની ખેતીથી કમાય છે.

Khas Lekh Madh Uchher Kendra Dev B Dwarka 8હરસુખભાઇ કહે છે કે મધમાખીના ઉછેરથી આજુબાજુના ખેતરમાં સરેરાશ ૩૦ ટકા જેટલું ઉત્‍પાદન વધારે મળે છે અને જંતુનાશક દવાનો છટકાવ ઓછો કરવો પડે છે. જેથી ઉત્‍પાદનમાં પણ વધારો મળે છે જંતુનાશક દવાનો ખર્ચો બચે છે અને મધમાખીની ખેતીથી વધારાની આવક પણ મળે છે. શ્રી હરસુખભાઇએ મધમાખીની ખેતી વિશે વધુ વિગતો આપતા જણાવ્‍યું હતું કે, મધ મેળવવા માટે સૌ પ્રથમ મધ ઉછેર કેન્‍દ્રમાં એક પેટી, ૧.૫ ફુટ બાય ૧ ચો.ફુટની એક પેટીમાં આઠ પેટી હોય છે જેમાં અસંખ્‍ય માખી એકત્ર થાય છે અને હજારોની સંખ્‍યામાં મળીને ભેગા થાય તેમાં એક જ રાણી માખી હોય છે, જે પુડાનું સંવર્ધન કરે છે.

Khas Lekh Madh Uchher Kendra Dev B Dwarka 6ઇટાલીયન મધમાખી મુખ્‍યત્‍વે સુગંદની દિશામાં પ્રયાણ કરે છે. જયાં વધુ પરાગરજ હોય તેવા રાયડો, ધાણા અને ફુલની પરાગરજ લઇને ત્રણ કિલોમીટરના વિસ્‍તારમાં મધ ચુસી લાવીને તે જ પેટીમાં ભરાઇ જાય છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે મધ એ ઉતમ ખોરાક અને વિવિધ રોગની દવા છે. ૪૫ની ઉંમર પછી તો દરેક જણે દરરોજ ૩ ચમચી મધ વાપરવું જોઇએ. ઘડપણમાં થતી બિમારીખલ જેવી કે શારીશિક અશક્તિ, કફ, બલગમ અને સાંધાના દર્દ સદભાગ્‍યે મધના સેવનથી સરળતાથી ઉકલી જાય છે.

Untitled 1 12

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.