Abtak Media Google News

મધ જે ‘હની’ અંગ્રેજી શબ્દમાં ઓળખાય છે. વર્ષો પહેલાથી ચાલી આવતી પરંપરામાં મધએ મુખ્ય ઔષધિ તરીકે વાપરવામાં આવી રહ્યું છે. મધ એ શરીરની કાળજી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આયુર્વેદના મત પ્રમાણે પરંપરાગત રીતે મધએ કુદરતી વરદાન સ્વરુપ છે. પ્રાચીનકાળમાં વેદો કોઇપણ રોગનો ઇલાજ મધ દ્વારા જ કરતા હતાં.

તાજેતરમાં રિચર્સ પ્રમાણે મધમાં ૨૨ એમીનો એસીડ, ૨૮ મિનરલ્સ, ૧૪ ફેટી એસિડ, ૧૧ કાર્બોહાઇડ્રેટ્સ એનર્જી છે. મધ કાર્બોહાઇડ્રેટ્સના સ્વરુપમાં પચાવવામાં ખૂબ સરળ છે. તે તુરંત જ લોહીમાં ભળે છે. તેથી જ તે એનર્જી માટેનો મુખ્ય સ્ત્રોત છે.

મધ અસ્થમાંના દર્દીઓ માટે પણ લાભદાયી છે. આયુર્વેદના મત પ્રમાણે તેને દૂધ કે પાણી સાથે લેવામાં આવે તો પણ ઘણી રાહત મળે છે. અને એક વર્ષમાં રોગમાંથી મુક્તિ મેળવી શકો છો. મધ, શરદી, કફ માટે પણ એટલું જ ઉપયોગી નીવડે છે. મધ જે આંખો માટે પણ એટલો એક અહેવાલ અનુસાર એક ચમચી મધ સાથે અડધા લીંબુનો રસ મિક્ષ કરીને નરણા કોઠે વહેલી સવારે લેવામાં આવે તો તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. જે વજન ઘટાડવામાં પણ મદદરુપ થાય છે. અને એનર્જી લેવલ પણ બની રહે છે. ત્વચાની સુંદરતા પણ વધારો કરે છે. જે ઉંમર દેખાવા ન દેવામાં પણ મદદરુપ થાય છે.

મધ જેટલાં શરીરનાં અંદરનાં અંગો માટે ઉપયોગી છે. એટલું બહારથી પણ મદદરુપ થાય છે. કોઇ દુખાવા પર, કોઇ જગ્યાએ લાગ્યુ હોય તો, દાઝ્યા હોય તો આવી જગ્યા પર મધ લગાવવાથી ત્વચાને રીક્વર પણ મદદરુપ થાય છે.

આયુર્વેદના મત પ્રમાણે મધ ખૂબ જ ઉમદાકાર્ય ભજવે છે. જ્યારે તેની કોઇ આડઅસર વગર ઔષધ તરીકે આપણે તેનો ઉપયોગ કરી શકીએ.

ચરબી ઘટાડવાનાં નુસખાં- એથી આડઅસરો :

બહેનો મિત્રો, પૂરા પરિવારની કાળજી રાખનારી સ્ત્રી, પરંતુ તે પોતાની જ કાળજી રાખવામાં પાછળ રહી જાય છેે. આખો દિવસ ઘરની સાફ-સફાઇ, બહારનું કામ, સંબંધો સાચવવા બધી જ જવાબદારી તે લઇને કરે છે. ઘરે જમવાનું બનાવવું, જમાડવાં આ બધુ વ્યવસ્થિત રીતે કરે છે. કદાચ એ તેના શરીરમાં ક્યારે ચરબી વધી જાય છે. તેનો ખ્યાલ રહેતો નથી. તેથી શરીર વધતું જ રહે છે. સ્ત્રીઓ પોતાની અંગત જીવનમાં ડોકીયું કરવાનો ટાઇમ રહેતો નથી. લો હવે બહેનો ચિંતા કરવાની જરુર નથી, તમે આસાની થી વજન ઘટાડી શકો તેવુ નુસખાઓ અહીં આપેલ છે.

૧- જમવાનાં ૧ થી ૧.૫ કલાક પહેલા એક ગ્લાસ પાણી પીવો.

૨- જમ્યા બાદ ૧ કલાક પછી પાણી પીવો, તુરંત જ પાણી ન પીવો.

૩- ગ્રીન ટી દિવસમાં ૩ વાર પીવાનું રાખો.

૪- કોકોનટ ઓઇલમાં રસોઇ બનાવવાનું રાખો

૫- સવારે ઉઠ્યા બાદ નરણા કાંઠે હુંફાળું પાણી સાથે અડધા લીંબુનો રસ મિક્ષ કરી પી શકાય.

૬- મેંદો, તળેલા, પદાર્થો, ગળ્યા પદાર્થોથી દૂર રહેવું જોઇએ.

૭- એરોબીક એક્સરસાઇસ પણ કરી શકો.

૮- જમવામાં વધારે ફાઇબર અને પ્રોટીન લો.

૯- તાજા ફળો અને લીલા શાકભાજી ખાવાનો વધારે આગ્રહ રાખો.

૧૦- ધીમે ધીમે  ચાવીને ખાઓ.

– એની આડ અસરો :

સ્લીમ ફીટનેસ એ આજકાલની યુવા પેઢીનું ગાંડપણ છે. પરંતુ આ વધારે પડતું સ્ત્રીઓનાં વધારે જોવા મળે છે. વધેલી ચરબીને ઘટાડવા માટે વિવિધ પ્રકારનાં નુસખાઓ અજમાવી રહ્યાં છે. શું તમને એ ખ્યાલ રહે છે કે આ ડાયેટીંગ ફાયદા કરતાં વધારે નુકશાન પણ કરાવી શકે છે. તેની આડ અસરો પણ ઉભી થઇ છે.

ઘણીવાર એવું બને કે વજન ઘટાડવા માટે જમવાનું ઓછું કરવામાં આવે, વધારે પડતી કસરત કરવામાં આવે આ બધી પ્રક્રિયાઓ સામાન્ય હોય ત્યાં સુધી કોઇ ચિંતા નથી પરંતુ વધારે પડતું કરવામાં આવે તો તે આડઅસર ઉભી કરે છે. જેમ કે જમવાનું ઓછું થાય તો શરીરમાં અશક્તિ આવી જાય છે. ચક્કર આવે છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. શરીરને પૂરતા પ્રમાણમાં ફાઇબર, પ્રોટીન, વિટામિન્સ મળતાં નથી તો શરીરમાં આડઅસર ઉભી કરે છે. વધારે પડતી એક્સરસાઇસથી પણ દુખાવો થઇ શકે છે. જેવી ઘણી બધી આડઅસરો થઇ શકે છે. જે વજન ઘટાડવાનાં બદલે શરીરને વધુ નુકશાન કરી શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.