Abtak Media Google News

કોણે કહ્યું કે આળસ ખરાબ વસ્તુ છે?

આળસ સૌથી વધારે ખરાબ હોય છે પરંતુ આ 100 ટકા સાચું નથી. કારણકે સાયન્સ પણ માને છે  કે કંઈક હદ સુધી આળસી હોવુ તે મગજ અને સ્વાસ્થ્ય માટે સારું છે. આળસુ હોવાથી ફાયદો પણ થાય છે, તમને ખબર છે એ વાતની,

બર્ન આઉટ એ એક એવી સ્થિતિ હોય છે કે જયારે વ્યક્તિ માનસિક અને શારીરિક રૂપે એટલો થાકી જાય છે કે તેની પાસે કંઈક કરવા માટે હિમ્મત રહેતી નથી. આળસુ લોકો આ સ્થિતિનો સામનો ઓછો કરે છે કારણકે તેઓ કંઈક પણ કરીને રિલેક્સ થવાનું બહાનું શોધી લેતા હોય છે.

બર્ન આઉટની સાથે સાથે આળસુ લોકો સ્ટ્રેસ મેનેજ કરવામાં પણ મદદ કરે છે. ખાસ કરીને એવા લોકો કે જે આળસુની કેટેગરીમાં આવે છે તે વસ્તુઓને રિલેક્સ રૂપે જુએ છે તેમને તણાવ તથા ઍન્ગ્ઝાયટીની પરેશાની સામે ઝૂઝવું પડતું નથી.

આળસુ લોકો મગજથી રિલેક્સ હોય છે અને તેમને સુવા માટે ક્યારેય પરેશાની આવતી નથી. તેઓ ઊંઘ ન આવવાની પરેશાનીને દૂર રાખતા શરીરની ઇમ્યુઈન સિસ્ટમને હેલ્ધી બનાવે છે. ઊંઘ ન આવવી અને સ્ટ્રેસથી ખાવાની ઈચ્છા મારવાની સાથે સાથે પાચન ક્રિયાને નુકસાન પહોંચે છે. આળસુ લોકો પ્રોપર ઊંઘ અને સ્ટ્રેસથી દૂર હોવાના કારણે આ બધી સમસ્યાઓથી ફ્રી રહે છે.

અભ્યાસ મુજબ, જે લોકો આળસુ હોય છે તેમનું ફોકસ એ લોકો કરતા વધારે હોય છે કે જે આરામ કર્યા વગર કામમાં લાગેલા હોય છે. આવા લોકો ક્રિએટીવ પણ વધારે હોય છે. માઈન્ડ રિલેક્સ હોવાના કારણે તેઓ અલગ અલગ આઈડિયા વિચારી શકે છે અને શોધી શકે છે. ઊંઘ પુરી થવી, સ્ટ્રેસથી દૂર રહેવું, શરીરથી રિલેક્સ હોવું તે ઈમોશનને સ્ટેબલ પણ રાખે છે. આ સાબિત થઇ ચૂક્યું છે કે જે લોકો સ્ટ્રેસ અને ઓછી ઊંઘથી પરેશાન છે તેઓને ઈમોશન્સથી સંબંધિત સમસ્યાઓ સાથે લડવું પડે છે.

ઇમોશનલી સ્ટેબલ હોવાના કારણે આળસુ લોકો રિલેશનશિપ નિભાવવામાં ખુબ જ સારા હોય છે. આળસના કારણે તેઓ પ્રોપર પ્લાનિંગ સાથે નહિ પરંતુ પોતાના પાર્ટનર માટે યોગ્ય સમય જરૂરથી કાઢી લઈને મળી લે છે. એક જગ્યાએ સાથે બેસીને આળસુ લોકો સાથે લાંબી વાત કરવી તે મોટી વાત નથી, તે તેમના પાર્ટનરની ધ્યાનથી વાત સાંભળે અને સાથે જ સારી રીતે ઇમોશનલી કનેક્ટ કરવામાં મદદ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.