Abtak Media Google News

દારૂ, વરલી-મટકા, વ્યાજ વટાવના ધંધાએ માઝામૂકી: શાંતીપ્રીય લોકો માટે જીવવું મૂશ્કેલ બન્યુ

સુરેન્દ્રનગર શહેરની કાયદો-વ્યવસ્થા છેલ્લા કેટલાક સમયથી કથળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસ તંત્રમાં કાયદો-વ્યવસ્થા જાળવણી જેવું કશું જ લાગતું નથી ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓ માં ભારે માઝા મૂકી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં દારૂ જુગાર વરલી મટકા તેમજ વ્યાજ વટાવના ધીકતો ધંધો તેમજ અનેક પ્રકારની ગેર પ્રવૃત્તિઓની સુરેન્દ્રનગર શહેરમાં માઝા મૂકી છે ત્યારે અંદાજિત દશેક દિવસમાં સુરેન્દ્રનગર પોલીસે મોટી મોટી રકમોના ગુનેગારો પાસે સેટલમેન્ટ કરી અને નાણાં ખંખેરતા હોવાની લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે શું સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક અજાણ છે કે કેમ અને સુરેન્દ્રનગર શહેરમાં તાજેતરમાં જ તેમજ બે દિવસ પહેલા જુગારમાં પડેલા મોટા દરોડા આ બંને દરોડામાં સામાન્ય રકમ જ બતાવવામાં આવી છે તેમજ આ જુગારમાં પકડાયેલા લોકોના નાના વહીવટ કરી અને નામો પણ કમી કરવામાં આવ્યા હોવાની લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેર માં શું આ વાત સત્ય છે કે કેમ હાલ તો લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે શું પોલીસ અધિક્ષક જાણકારી બહાર કે એ પણ એ પણ જાણતા હશે કે કેમ તેઓ પણ પ્રશ્નો હાલમાં ચર્ચાઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેર માં બેફામપણે વેચાતો દારૂ અને સામાન્ય રીતે દરોડા પાડી અને મોટો માલ હોવા છતાં પણ સામાન્ય બોટલો બતાવી અને મોટી રકમનું સુરેન્દ્રનગર પોલીસ સેટલમેન્ટ કરી રહી છે ત્યારેઆવી અનેક બાબતોને લઈ અને લોકોમાં તેમજ સારા સારા માણસોમાં આ અંગેની ચર્ચાઓ એ ભારે જોર પકડયું છે

7537D2F3 9

સુરેન્દ્રનગર અને જોરાવનગર બંનેની વચમાં આવેલા વિસ્તારમાં દેશી દારૂ બનાવાના પટાવો બેરોકટોક રીતે ચાલી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં મોટા પાયે દેશી દારૂના ભઠ્ઠામાં બનાવી અને બારોબાર સપ્લાય કરવામાં આવી રહ્યો છે ત્યારે શું સુરેન્દ્રનગર અને જોરાવનગર પોલીસ અજાણ છે કે કેમ આમ જોવા જાવ તો પોલીસ તંત્ર પોતાની જવાબદારી અને પોલીસની કામગીરીમાં નિષ્ફળ રહેતી હોવાની લોકોમાં ભારે ચર્ચા ચાલી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ચર્ચાનો વિષય બનેલી ઘટનાઓમાં જો કોઈ મોટા ગજાનો વેપારી કે ઉદ્યોગપતિ જો જુગારમાં રમતા ઝડપાઇ તો વેપારીઓ ઉદ્યોગપતિઓ જુગારમાં ઝડપાતા પોતાની આબરૂ બચાવવા માટે નાણાં ખર્ચીને પણ પોલીસથી બચતો હોય છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસ આવી તકોનો મોટામાં મોટો ફાયદો ઉઠાવતી હોવાની પણ લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ખાનગી ધોરણે જુગારની હાટડીઓ બેફામ બની છે ત્યારે શું પોલીસ હજાર છે કે કેમ આ રીતે અને પ્રકારો ને લઈને પોલીસ તંત્ર દ્વારા મોટા પાયે સેટલ મેન અને નાણાં ખંખેરતા હોવાની લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ અંગેની શું તપાસ થશે ખરી જુગાર કોણ કોણ સેટલમેન્ટ કરે છે જેની તપાસ અને વિગતો મંગાવવામાં આવે તો અને અધિકારીઓના પણ નામો બહાર આવે તેમ છે ત્યારે શું

જિલ્લા પોલીસ અધિક્ષક આ અંગેની તપાસ કરશે ખરા એવો પ્રશ્ન હાલમાં લોકોમાં ચર્ચાઇ રહ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.