Abtak Media Google News

જીપીએસ માટે હવે અમેરિકન સેટેલાઈટ ઉપર આધારીત રહેવું પડશે નહીં

જીપએસ સીસ્ટમ માટે ભારતે પહેલા અમેરિકન સેટેલાઈટ ઉપર આધારીત રહેવું પડતુ હતુ ત્યારે હવે ભારતે પોતાનું પ્રથમ દેસી જીપીએસ સીસ્ટમ લોન્ચ કર્યું છે. દિલ્હીમાં આયોજીત ઈવેન્ટમાં એસટી માઈક્રો ઈલેકટ્રોનીક અને મોબાઈલટેકે યુટ્રેક નામનું જીપીએસ મોડયુલ લોન્ચ કર્યું છે.

Advertisement

ઝડપથી લોકેશન ટ્રેસ કરવામાં મદદરૂપ બનશે અત્યાર સુધીનાં ડિવાઈઝમાં આવતી જીપીએસ એપ્લીકેશન યુએસની સેટેલાઈટ દ્વારા મોકલાતી ફીડ ઉપર આધારીત હતી હવે પ્રથમ જીપીએસ મોડયુલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ મોડયુલનો ઉપયોગ ટ્રેકીંગ ઉપરાંત રેન્જ જાણવા, કમાન્ડ દેવા, કંટ્રોલ કરવા અને સમય જાણવા જેવા કાર્યોમાં પણ ઉપયોગમાં લેવામાં આવશે.

મતલબક આ મોડયુલ્સનો ઉપયોગ સબમરીન, વાયુસેના, નૌસેના, આંતરીક સુરક્ષા, સરહદની સુરક્ષા, વાહનો, ડિવાઈઝરોની ટ્રેકીંગ જેવા કામમાં થઈ શકે છે. જણાવી દઈએ કે ભારત પાસે જીપીએસ સીસ્ટમ ન હોવાનો અહેસાસ ૧૯૯૯માં થયેલી કારગીલ યૂધ્ધ દરમ્યાન થયો હતો.

ત્યારથી જ જીપીએસ માટેની વિચારણા ચાલી રહી હતી. પરંતુ અમેરિકન સેટેલાઈટથી ઘણી મહત્વપૂર્ણ માહિતીઓ મળી રહેતી હતી. પરંતુ હવે ભારતે જીપીએસ માટે યુએસ પર આધારીત રહેવું પડશે નહી. આ દેશી જીપીએસ સીસ્ટમનું સંપૂર્ણ સંચાલન ઈસરો દ્વારા કરવામાં આવશે. અને તેનાથી તમામ ડેટા ભારતને મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.