Abtak Media Google News

પારદર્શીય તપાસ કરવા જાગૃત નાગરીકની ઇજનેરને લેખીત રજુઆત

માંગરોળ વીજ ડીવીઝન નીચેના તમામ સબ ડીવીઝનોમાં કોન્ટ્રાકટરો દ્વારા કામગીરીના રજુ કરેલ બીલોવાળા તમામ કામોમાં પચાસ ટકા ઉપરની ગેરરીતી હોય આ પેન્ડીંગ બીલોવાળા કામોની પારદર્શીત તપાસ થવા જાગૃત નાગરીક હમીરભાઇ ધામાએ માંગરોળ પીજીવીસીએલ ઇજનેરને લેખીત રજુઆત કરી છે.

વધુમાં જણાવ્યું છે કે અમો ફરીયાદી ભ્રષ્ટાચાર અને ગેરરીતી ખુલ્લી પાડવા સામેની જાનના જોખમે સમય ફાળવી દરરોજ આપની પાસે આવીએ છીએ પરંતુ અમારી કમનસીબી એ છે કે અમો ગેરરીતી ખુલ્લી પાડવા માંગીએ છીએ પરંતુ આ તપાસમાં રસ હોય તેમ લાગતું નથી.

આ ઉપરાંત રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા દરેક સરકારી કચેરી અને સરકારી કંપનીઓ વિગેરેમાં દરેક સેવાઓ માટે નિયત સમયમાં નિકાલ કરવા સમયબઘ્ધ માળખુ બનાવી તેને અમલી બનાવી પ્રજાને ગતિશીલ વહીવટનો અનુભવ કરાવવા ગુજરાત જાહેર સેવાઓ અંગેનો નાગરીકોનો અધિકાર અધિનિયમ-૨૦૧૩ કાયદાથી તમામ સરકારી કચેરીઓને નિયત સમયમાં સેવાઓ અને ફરીયાદોનો નિકાલ કરવા ગતિશીલતા દાખવવા કાયદાથી પ્રબંધ કરેલ છે અને રાજયમાં સરકારી કચેરીઓમાં થતો ભ્રષ્ટાચારને જીરો ટોલરેન્સ કક્ષાએ લાવવા વચનબઘ્ધતા દાખવેલ હોવા છતાં આ બાબતે આપતી સરકારી કંપનીની ડીવીઝન કચેરી આવા કાયદાઓને અને સરકારી આદેશોને અમલી ન બનાવી કાયદાનો અને સરકારી આદેશોનો ખુલ્લો ભંગ કરી ભ્રષ્ટાચાર અને ગેરરીતીને પ્રોત્સાહન આપતી જણાય છે ત્યારે ફરીયાદ સબંધે આજે અમો ગેરરીતી ખુલ્લી પાડવા સાથે આવવા હાજર હોય અમોને સાથે રાખી આપની કાર્યદક્ષતાનો પરિચય આપવા તેમજ છેલ્લા ત્રણદિવસથી કચેરીએ ફરીયાદ સંદભે જાગૃત નાગરીક ધકા ખાતા હોવાનું અંતમાં લેખીતમાં  જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.