Abtak Media Google News

આપણેન પેઢીદર પેઢીથી ઘરમાં એક મંદિર રાખીએ છીએ અને સવાર-સાંજ દીવો પ્રગટાવી પૂજન ખર્ચન કરીએ છીએ, ઘરનાં વડીલ આબધુ કરે છે.અમૂક પરિવારો તો સૌ સાથે મળીને પૂજા કરતાં હોય છે.તમને ભગવાન પાસે દિવો કરવાની આદત ન હોય તો આજથી ચાલુ કરી દેશો.કારણકે મંદિર કે ઘરમાં પ્રગટતા દિવાના અસંખ્ય ફાયદા છે.તમને ખબર નહિ હોય, પણ દિવો પ્રગટાવવાથી માત્ર ઘરની શોભા જ વધતી નથી પણ તમારૂ સ્વાસ્થ્યપણનિરોગીરહેછે. આપણી સંસ્કૃતિ માં હિન્દુ પરંપરા અનુસાર પુજા માં દીવો પ્રગટાવવાની પ્રણાલી છે . દિવાના પાત્રમાં ઘી કે તેલ નાખે રૂથી જયોતિ પ્રગટાવે છે. પહેલા તો માટીનાં જ કોડીયામાં દિવો કરતાં પણ આજે ધાતુંના દિવો થાય છે.

Knowledge Corner Logo 3

દિવો પ્રકટાવવા પાછળ ઘરનાં વડિલોનો તર્ક એવો હોય છે કે તેનાથી ઘરમાં અંધકાર દુર થાય છે.પરંતુ વિજ્ઞાનની દષ્ટિએ અનેક ફાયદા છે. તે એર પ્પૂરીફાયરનું કામ કરે છે.જો તમે ઘી કે સરસવનાં તેલનો દીવો પ્રગટાવો તેની જયોતથી ઉડતો ધુમાડો ઘરની હવાને ચોખ્ખી કરે છે.ઘી અને તેલની સુંગધ ઘરની હવામાં રહેલા હાનિકારક કણો બહાર કાઢી મુકે છે.સાથે જ દિવાના તરંગો ઘરમાં રહેલી ઉદાસીનતા  દુર કરવામાં મદદ કરે છે.એવુ પણ મનાય છે કે તેલની દીવાની અસર તે ઠરી ગયા બાદ પણ એક કલાક સુધી વાતાવરણમાં રહે છે.જયારે ઘીનો દીવો ઠરી ગયા બાદ અંદાજે ચાર કલાક સુધી વાતાવરણને સાન્વિક બનાવે છે. દિવાથી અસ્થામાનાં દર્દીઓને બહુજ ફાયદો મળે છે.

દિવો રોગને ભગાડવાનું કામ પણ કરે છે.ખાસ તમે દીવાની સાથે એક લવિંગને પણ બાળવામાં આવે તો તેનાથી તેની અસર બેગણી વધી જાય છે.ઘીમાં ચામડીનાં રોગ દુર કરવાની તમામ ગુણો છે.આને કારણે પણ માનવામાં આવે છે કે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાંથી રોગ દુર થાય છે.આ દિવો પ્રગટાવવાથી તેનો ફાયદો આખા ઘરને મળે છે. પછી ભલે કોઈ વ્યકિત પૂજામાં સામેલ હોય કે નહી-વાસ્તવમાં જયારે દીવામાં નાખેલું ઘી આગનાં સંપર્કમાં આવે છે. ત્યારે તે વાતાવરણને પ્રવિત્ર બનાવે છે.

મંદિરમાં સવારેને સાંજે સંધ્યાટાણે આરતી વખતે દીવડા-જયોતી પ્રગટાવે છે.દિવાની જયોતના પ્રકાશે સમગ્ર વાતાવરણ પવિત્ર બનાવે છે.અમુક મંદિરોમાં તો હજારો દિવા પ્રગટાવીને ભવ્ય આરતી કરાય છે. જીવનના અંધકારમય વાતાવરણમાં દિવાનો પ્રકાશ જ્ઞાનમય જયોતી લાવે છેને માનવ ઉતગહથી ભરાય જાય છે.દીવાની જયોતને શ્રદ્ધા-વિશ્ર્વાસ સાથે જોડાય ત્યારે ભકિતમભર-આસ્થાનો ઉધ્ય થાય છે.આપણી સંસ્કૃતિમાં આરતીને દિવો વર્ષોને વર્ષોથી જોડાયેલ છે.ઈશ્ર્વરની ભકિત આ બન્ને વગર અધુરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.