લાખાભાઇ સાગઠીયાનું ભવ્ય વિજય સરઘસ

lakhabhai sagthiya
lakhabhai sagthiya

રાજકોટ ગ્રામ્ય-૭૧ વિધાનસભામાં રાજકોટ કોર્પોરેટરના કોંગ્રેસના વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા તેમજ લોધીકા તાલુકા પંચાયતના ભાજપ વિપક્ષ નેતા લાખાભાઇ સાગઠીયા વચ્ચે ચુંટણી જંગ હતો જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકલાડીયા ઉમેદવાર લાખાભાઇ સાગઠીયા ભાજપમાંથી ૯૨૧૧૪ મત મેળવીને કોંગ્રેસના વશરામભાઇ સાગઠીયાએ ૮૯૯૩૫ મત મેળવેલ જેમાં ભાજપના લાખાભાઇ સાગઠીયા ૨૧૭૯ મતે વિજય થયેલ છે.

આમ બન્ને પક્ષના વિપક્ષ નેતાના જંગમાં ભાજપ વિપક્ષ નેતાના જંગમાં ભાજપ વિપક્ષ નેતાની જીત થયેલ છે. અને લાખાભાઇ સાગઠીયા નો કોલ છે કે જેટલો વિકાસ શહેરી વિસ્તારનો થશે તેટલું જ પ્રાધાન્ય ગ્રામ્ય વિસ્તારને પણ આપવામાં આવશે અને ગામડાના પ્રશ્ર્નો સરકારમાં જણાવી વધુને વધુ વિકાસને વેગ મળે તેવું ઇચ્છું છું.

Loading...