Abtak Media Google News

વોર્ડ-૧૭

છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?

પ્રજાનો એક નારો વિકાસ એટલે રોડ-રસ્તા, પાણી અને સફાઈ

છેવાડાનો વિસ્તાર અને છેવાડાના લોકો વિકાસ ઝંખે છે

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.

ભાજપ શાસનમાં કોંગી નગરસેવકનું ઉણું ઉતરવું તે ભાજપ માટે ઉજળી તક

જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

લોકોને નેગેટિવિટીના ચશ્મા “વિકાસ માટે પડકાર

નગર સેવકો વીઆઈપી કલ્ચરમાં, પ્રજા સંપર્ક વિહોણી

શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આગામી પાંચ વર્ષમાં રાજકોટ વિકાસની હરણફાળ ભરશે તેવી રાજકોટવાસીઓને અપેક્ષા છે. આવી સ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસનો પ્રશ્ન સ્માર્ટ બની જશે. ઘણો વિકાસ થયો છે, છત્તા શહેર સ્માર્ટ વિકાસને જંખે છે. નગરસેવકો કર્મનિષ્ઠા ઉપર સઘળો આધાર છે. પ્રજા પણ એવા નગરસેવકને ઈચ્છે છે જેને પાયાના પ્રશ્નો ઉકેલવામાં રસ હોય, આગામી પાંચ વર્ષ વિકાસની પરિભાષા સામાન્ય લોકો નક્કી કરશે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અથવા તો અન્ય ગમે તે પક્ષને આ પરિભાષાને માન્ય રાખી તેના મુજબ કામ કરવું પડશે.

કોઇપણ કોર્પોરેટર ચૂંટાઇ આવે પણ વિકાસ કામો થવા જરૂરી: સ્થાનિક વોર્ડ નં.૧૭

અબતક, સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.૧૭ ના સ્થાનીક રહેવાસીઓએ જણાવ્યું હતું કે દરેક વોર્ડમાં જેમ વિકાસ થાય ત્યાં કામો થાય તેમ અમારા વોર્ડમાં પણ વિકાસ કામો થયા છે. અમારે ત્યા: ચાર કોર્પોરેટરમાંથી એક ભાજપના છે. જેને અમે વિસ્તારની મુલાકાત લેતા જોયા છે. તે આવીને અમારા પ્રશ્ર્નો જેવા કે પાણીના રોડ, રસ્તા, સ્ટ્રીટલાઇટના પ્રશ્ર્નો તમામને સાંભળી તેનું યોગ્ય નીરાકરણ લાવે છે અમને કોઇપણ કોર્પોરેટર ચુંટાઇ આવે તે અમારા વિકાસ કામો કરે તે જ વિસ્તાર અમારે જોતું હોય છે. ભાજપના અનિતાબેન અમારે ત્યાં આવતા હોય છે. અને તેમની કામગીરી સારી છે અને આગામી સમયમાં અમે તેવા જ કોર્પોરેટરને ચુંટવા ઇચ્છીએ છીએ.

અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં. ૧૭ ભાજપ કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને જણાવ્યું હતું કે અમારા વોર્ડમાં ૩ કોંગ્રેસ અને એક ભાજપના કોર્પોરેટર છે. હું છેલ્લા પાંચ વર્ષથી કોર્પોરેટર છું. અહિંયા પહેલા કોગ્રેસનું શાસન હતું. કોઇ કામો વિકાસ લક્ષી થયા ન હતા. મેં મારી ગ્રાન્ટમાંથી અનેક વિવિધ કામો કર્યા છે. તે પછી મેટલીંગના હોય, પેવર બ્લોકના હોય કે કોઇ અન્ય સફાઇ પર પુરતું ઘ્યાન આપવામાં આવે છે. હું વોર્ડમાં જઇ લોકો વચ્ચે રહી કામ કરું છું. અમારે ત્યાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં પણ મેં મુલાકાત લઇ પેવર બ્લોક નંખાવી આપ્યાં છે. અત્યારથી જ ચુંટણીની તૈયારીમાં જેમાં પેઇઝ પ્રમુખ સહીતનું ડોર ટુ ડોર વર્ક શરુ કર્યુ છે.

વિસ્તારના લોકોના ભરોસાથી આગામી ચૂંટણીમાં વિજય નિશ્ર્ચય છે તેવું લાગે: ઘનશ્યામસિંહ જાડેજા (કોંગ્રેસ)

અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.૧૭ કોંગ્રેસ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમારા વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં અનેક વિધ વિકાસ કામો કર્યા છે. પાણીના પ્રશ્ર્ન હોય તો તે સોલ્વ કર્યો છે. અને આગામી સમયમાં પણ જો લોકો અમને ચુંટે છે. તો તેના માટે તેમની વચ્ચે જઇ કામ કરવા તૈયાર છીએ, લોકોનો અમારા પર પૂર્ણ ભરોસો છે. તેથી આગામી સમયમાં અમે જ ચુંટાઇને આવીશું, તેવો મને વિશ્ર્વાસ છે. ઝુંપડપટ્ટીના લોકો માટે આવાસ યોજનાના ફોર્મની સુવિધા તેમને રૂબરૂ સમજાવી જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.