Abtak Media Google News

૪૦૦ મજુરો સાઇકલ લઇ હાઇવે પર પહોંચ્યા

કોરોનાની વૈશ્ર્વિક મહામારીએ સમગ્ર ભારતને પણ પોતાના સકંજામાં લઇ લીધું વછે. સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા સંપૂર્ણ પણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જીવન જ‚રીયાતમાં માત્ર અનાજ દૂધ અને કરીયાણાની દુકાનો જ આંશિક રીતે ખુલ્લી રાખવાની છૂટ અપાઇ છે કપરા કાળમાં શ્રમિકોની ધીરજ ખૂટતા હાલ સરકાર દ્વારા પરપ્રાંતિયોને સ્પેશ્યલ ટ્રેન મારફતે તેમના વતન રવાના કરવાની કામગીરી પણ ચાલુ જ છે હજુ પણ આગામી દિવસોમાં લોકડાઉનનો સમયગાળો લંબાઇ તેવી પુરેપૂરી શકયતાઓ રહેલી છે.

ઓખા બંદર પણ પર રહેલા પરપ્રાંતિયોની ધીરજ ખૂટી છે ગઇકાલે ૪૦૦ જેટલા ખલાસીઓ વતન જવાની જીદે હાઇવે પર ઉતરી આવ્યા હતા.

ઓખા બંદર તથા માચ્છીમારી ડાલ્ડા બેંદરે હજારોની સંખ્યામાં પર પ્રાંત મજુરો રહે છે છેલ્લા બે માસથી લોક ડાઉનની પરિસ્થિતિમાં ઓખા બંદર પર ફસાયા હતા. ત્રીજો લોકડાઉન પુરો થવાને ગણતરીના દિવસો બાકી હોય ત્યારે આમાના કેટલાક શ્રમિકો સાઇકલ દ્વારા ઓખા બંદરેથી વતન જવા રવાના થયા હતા. ત્યારે તેમને ઓખા મરીન ચેક પોઇન્ટ પર રોકી દેવામાં આવ્યા હતા. અહીં પોલીસ અધિકારી અને વેપારી મંડળના યુવા પ્રમુખ સહદેવસિંહ પબુભા માણેકે મજુરોને સમજાવી તા.૧૪મી મે ના ટ્રેનની વ્યવસ્થા કરવાની ખાતરી આપતા તમામ શ્રમિકો કામના સ્થળે પરત કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.