Abtak Media Google News

લેબર એસો.ની રજૂઆતને મુખ્યમંત્રીએ આપી અગ્રતા ૧૯ કાયદાઓ નીચેના ૯૦ હજાર કેસો પેન્ડીંગ

સને ૨૦૧૦થી મજૂર કાયદાઓના ભંગ બદલ માલીકો સામે કરવામાં આવતાં કેઈસો સરકારે નોટીફીકેશનના કારણે અત્યાર સુધી જયુડીશીયલ મેજીસ્ટ્રેટ (ફ.ક.) સમક્ષ ચાલતા હતા આવા જુદા જુદા ૧૯ કાયદાઓ નીચેના કેઈસો ગુજરાતભરની અદાલતોમાં અંદાજે ૯૦,૦૦૦ કેઈસો ચાલ્યા વગરના પેન્ડીંગ પડેલા છે.મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સમક્ષ આ અંગે રજૂઆત થયેલી હતી. આ અંગેનો નિર્ણય લેવા વિજયભાઈએ આ કામને ટોચ અગ્રતા આપીને કાયદા વિભાગ, શ્રમ વિભાગ તથા ગુજરાત હાઈકોર્ટ સાથે સંકલન કરીને આ પ્રશ્ર્નનો ઉકેલ લાવેલ છે. તા.૨૩-૬-૨૦૧૭ના ગુજરાત હાઈકોર્ટના રજી. જનરલના નોટીફીકેશનથી આ પડતર કેઈસો દરેક જિલ્લામાં આવેલી મજૂર અદાલતોમાં ટ્રાન્સફર કરવા, ચલાવવા તથા ચુકાદાઓ આપવા માટેની સત્તા આપી દીધેલી છે અને તેથી આનો ઝડપથી અમલ થશે.મજૂર કાયદાઓના ભંગ બદલ સાધારણ રીતે માલીકોને કાયદાની જોગવાઈ મુજબ કાઉન્ટ પ્રમાણે દંડની જોગવાઈ છે.ફકત ફેકટરી એકટમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા કિસ્સામાં દંડ અને સજાની જોગવાઈ છે. આવા કેઈસો મજૂર અદાલતમાં આવી નીકાલ થશે તેથી સરકારને રેવન્યુની ખુબ મોટી આવક થશે સરકારની મજૂર અધિકારી તથા મદદનીશ શ્રમ અધિકારીને કાયદાઓનું પાલન કરવા માટે માલીકોને ત્યાં ઈન્સપેકશન કરીને ફરિયાદ દાખલ કરવામાં પણ ખુબજ સરળતા રહેશે અને આના કારણે માલીકો તથા મજૂરોમાં કાયદાના પાલન માટેની જાગ્રુતતા આવશે.બાર એસોસીએશન મુખ્યમંત્રીનો હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલનો કાયદા સચીવનો તથા શ્રમ સચીવના આ તકે આભાર માને છે.તેમ પ્રમુખ પરાગ વોરા અને મંત્રી શૈલેષ વ્યાસની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.