Abtak Media Google News

જિલ્લા સંઘના ચેરમેન પ્રવિણભાઈ રૈયાણીના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિતિ: તજજ્ઞોએ આપ્યું વિશેષ માર્ગદર્શન

રાજકોટ જીલ્લા સહકારી સંઘ દ્વારા સર્કિટ હાઉસ ખાતે સહકારી ખાતાના ઓડિટરો માટેનો વન-ડે સેમીનાર જીલ્લા સંઘના ચેરમેન પ્રવિણભાઈ એમ.રૈયાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સેમીનારનું દિપ પ્રાગટય એસ.એસ.વાવડીયા, સંયુકત રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, રાજકોટે કરેલ. આ સેમીનારમાં જસદણ માર્કેટીંગ યાર્ડના ચેરમેન, રાજય સંઘ, અમદાવાદના માનદમંત્રી અરવિંદભાઈ તાગડીયા, જીલ્લા સંઘના માનદમંત્રી ધી‚ભાઈ ધાબલીયા મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલ. આ સેમીનારમાં સંયુકત રજીસ્ટ્રાર, બોર્ડ ઓફ નોમીનીઝ, પી.કે.મકવાણા, ટી.સી.તીર્થરાણી, સંગીતાબેન રૈયાણી, ડી.વી.ગઢવી તથા વી.એમ.મહેતા ઉપસ્થિત રહેલ. આ સેમીનારમાં નિવૃત ડેપ્યુટી ડાયરેકટર, એન. આઈ. સી. એમ., ગાંધીનગર ડી. એમ. બાવરવા, સીઈઓ અને જનરલ મેનેજર, રાજકોટ  કોમ. કો-ઓપ બેંક લી. પુરુષોતમભાઈ પીપરીયા, આસી. જનરલ મેનેજર શ્રી રાજકોટ કોમ.કો-ઓપ. બેંક લી. પ્રકાશભાઈ શંખાવાલાએ વિષય તજજ્ઞ તરીકે સેવા આપેલ હતી.

આ સેમીનારના ઉદઘાટક સંયુકત રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, રાજકોટ એસ.એસ. વાવડીયાએ જણાવેલ હતું કે, સહકારી ખાતામાં ઓડિટર એ એક અગત્યનું પરીબળ છે. ઓડિટરો ઓડિટ કરે ત્યારે સહકારી સંસ્થાનો અરીસો સામે આવે છે જેના દ્વારા સંસ્થાની આર્થિક મજબુતીનો ખ્યાલ આવી શકે છે. મારા નિમંત્રણને માન આપી આપ આટલી બહોળી સંખ્યામાં અત્રે ઉપસ્થિત રહેલ છો તે બદલ આપનો આભાર માનુ છું અને જિલ્લા સંઘના હોદેદારોનો પણ આવો સરસ સેમીનાર યોજવામાં સાથ સહકાર આપવા બદલ આભાર માનુ છું. આ સેમીનારમાં અતિથિ વિશેષ તરીકે જસદણ માર્કેટયાર્ડના ચેરમેન, રાજય સહકારી સંઘ, અમદાવાદના માનદમંત્રી અરવિંદભાઈ તાગડીયાએ જણાવેલ હતું કે, વાવડીયાના અથાગ પ્રયત્નથી આજે સૌરાષ્ટ્ર કચ્છના દુરના જીલ્લાઓમાંથી ઓડિટરો અત્રે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે તે ઘણી જ સારી વાત છે આજે વિષયતજજ્ઞો આપ સર્વેને સારી સમજ આપનાર છે તેનો આપ ભરપુર લાભ મેળવી આપના રોજીંદા જીવનમાં તેનો ઉપયોગ કરશો તેવું જણાવેલ.

આ સેમીનારનું સંચાલન સી. ઈ. આઈ. એ. જે.ઘેટીયાએ કરેલ અને કાર્યક્રમના અંતમાં આભારવિધી ઓડિટર ગ્રેડ-૨, સ.મં., રાજકોટ લોરીયાએ કરેલ. આ સેમીનારમાં કુલ ૮૫ ઓડિટરોએ સફળતાપૂર્વક તાલીમ મેળવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.