Abtak Media Google News

40 જેટલાં મુરતિયાઓએ ટિકિટ માટે દાવેદારી કરી છે.

ભુજના માધાપરની ખાનગી હોટેલમાં પ્રદેશ નીરીક્ષકો રણછોડ રબારી, વસુબેન ત્રિવેદી અને બિપીનભાઈ દવેની હાજરીમાં સવારે નવ વાગ્યાથી શરૂ થયેલી સેન્સ પ્રક્રિયામાં તબક્કાવાર મોરબી સહિત તમામ સાતેય વિધાનસભા બેઠકના દાવેદારોની રજૂઆતો સાંભળવામાં આવી હતી.

Untitled 1 80

લોકસભા ટિકિટ માટે આજે સાંસદ વિનોદ ચાવડાએ પોતાને રીપીટ કરવાના કરેલાં દાવા ઉપરાંત પૂર્વ સાંસદ પૂનમબેન જાટ, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, ગાંધીધામના નગરસેવક જે.પી. મહેશ્વરી, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન નરેશ મહેશ્વરી, ગાંધીધામ સુધરાઈના પ્રમુખ કાનજી ભર્યા, ભુજ સુધરાઈના પૂર્વ પ્રમુખ અશોક હાથી, ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સામત મહેશ્વરી, કુકમાના ગોવિંદ મારવાડા, પી.એસ.કેનિયા, પચાણ વીરા સંજોટ, પારૂલબેન હરેશભાઈ મહેશ્વરી, વર્ષાબેન કન્નડ, માવજી મહેશ્વરી, જ્યોતિબેન ખીમજી સિંધવ, રામજી મેરિયા, રામ માતંગ, રવિ નામોરી, મુળજી પરમાર, કાંતાબેન સોલંકી, ચંદ્રિકાબેન દાફડા વગેરે સહિતના નવા-સવા લોકોથી લઈ રાજકારણના ખેલાડીઓ મળી ચાળીસ જેટલાં લોકોનો સમાવેશ થાય છે.Untitled 1 81

સેન્સની પ્રક્રિયા દરમિયાન જિલ્લા મહામંત્રીઓ, જિલ્લા પ્રમુખ તેમજ બપોર બાદ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર પણ હાજર રહ્યાં હતા.આજની સેન્સ પ્રક્રિયા બાદ ભાજપના સ્થાનિક હોદ્દેદારોએ વર્તમાન સાંસદ વિનોદ ચાવડા રીપીટ થવાની શક્યતાઓ વિશેષ હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો.

જો કે, બીજી તરફ એ પણ હકીકત છે કે 40 જેટલાં મુરતિયાઓ લાઈનમાં ઉભાં છે દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ આજની સેન્સ પ્રક્રિયામાં 3 મહિલા અને 5 પુરુષ દાવેદારોના નામ અલગથી તારવાયાં છે. દાવેદારોના નામ 19મીએ પ્રદેશ પાર્લામેન્ટરી બૉર્ડમાં રજૂ કરાઈ બૃહદ ચિંતન કરાશે. જો કે, અંતિમ નિર્ણય તો દિલ્હીથી જ લેવાશે.જે પણ નિર્ણય લેવાશે તેને ક્ચ્છ ભાજપ ના કાર્યકરો હોંશેહોંશે વધાવી લેશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.