Abtak Media Google News
૨૭મીએ આસો સુદ-૭ ભવ્ય હોમાદિક ક્રિયા આરંભ થશે: અધ્યક્ષ સ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજી હવનમાં બિદુ હોમાશે

ભક્તિ અને શક્તિનો અનુપમ સંગમ એટલે નવરાત્રી પર્વ. ભારતીય સંસ્કૃતિની ઈમારત ધર્મ, જ્ઞાન અને ભક્તિનો પાયા ઉપર જોડાયેલી છે. આ ભવ્ય સંસ્કૃતિમાં શક્તિ ઉપાસનાનું સ્થાન અલોકિક અને અનોખું છે. આસ્થાની ઓભતા અનેક દેવ-દેવીઓના નામ‚પ ધરી કામણગારા કચ્છની ધન્ય ધરા માતાના-ભમઢ બિરાજતા દેશદેવી માં આશાપુરાનું ભવ્ય મંદિર છે. જે ૧૯મી સદીનું ભવ્ય તીર્થધામ છે. જયા આસો નવરાત્રી તથા ચૈત્ર નવરાત્રી ભવ્ય રીતે ઉજવાય છે. શક્તિ સહાર અને કલ્યાણકારી છે. માં આશાપુરાનું સ્વ‚પ અજોડ, અનોખુ, અલોકિક છે. જયા આસો નવરાત્રી તા.૨૦-૦૯-૧૭ બુધવાર ભાદર વદ અમાસ રાત્રે ૮-૩૦ કલાકે ઘટસ્થાપન થશે. આસો સુદ-૧ તા.૨૧-૦૯-૧૭ ગુ‚વાર શુભ દિવસે નવરાત્રી પ્રારંભ થશે. તા.૨૭-૦૯-૧૭ આસો સુદ-૭ બુધવારે રાત્રે ૮-૩૦ કલાકે હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે જેના અધ્યક્ષ સ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે પૂજાવિધિ શ‚ થશે. હવનવિધિ ગોર મહારાજ મુળશંકર જોષી સમગ્ર પુજાવિધિ, શ્રલોક શ્રુતિ પાઠ દ્વારા થશે. રાજવી પરિવારના સભ્યો માઈ ભકતો આમંત્રિત મહેમાનો હાજર રહેશે. હવનમાં ફુલો ફળોથી આહુતિ થશે. હવનમાં બીડું હોમવાનો સમય રાત્રીના ૧૨-૧૫ કલાકે રાજાબાવા યોગેન્દ્રસિંહજી બીડું હોમશે.

આસો સુદ આઠમ તા.૨૮મી કચ્છ રાજ પરિવારના તથા ભાયાતો આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં વિધિવિધાન રાજ પરિવાર દ્વારા રાજવી કચ્છ મહારાવ પ્રાગમલજી (ત્રીજા) માં આશાપુરા માતાજીને જાતર (પત્રી) સવારે ૮-૦૦ કલાકે ચડાવશે. માં આશાપુરા દ્વારા કુલ સ્વ‚પે રાજવી પરિવારને જાતર (પત્રી)ની પ્રસાદ આપે છે. માં આશાપુરાના ભુવા બાધુભા રામસંગજી ચૌહાણ સેવા આપે છે. માં આશાપુરાના દર્શન કરવા નવલા નોરતામાં હૈયામાં હામ અને હોઠે છે માં આશાપુરાનું નામ અવિરત જપતા રાસગરબાની રમઝટ માઈ ભકતો બોલાવશે. માં આશાપુરાના નામ જપ્તા અપાર શ્રધ્ધા અને વિશ્ર્વાસના સ્નેહ સાથે પગપાળા જે હાથ લાગ્યું તે વાહન લઈ માં આશાપુરાના દર્શન કરવા સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્રમાંથી વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ભાવિકો માં આશાપુરાના દિદાર કરવા ભીતરમાં ભીનાશ ભરી લાગણીના લીંબાશ ભરી મનની મીઠાશથી હૈયામાં હામ અને હોઠે છે માં આશાપુરાનું નામ લેતા ઉર્મિના ઉછાળે માં આશાપુરાના દર્શન કરવા નવરાત્રી દરમ્યાન લાખો ભાવિકો માં આશાપુરા ધામ કચ્છ ખાતે આવે છે. સમગ્ર કચ્છ માં આશાપુરાના નાદથી ગુંજી ઉઠે છે. કચ્છ ભુમી મહિમાંવંતી છે. અહીં જગડુશાની દાતારી, ભિથા કકલની રાજભક્તિ, શ્યામકૃષ્ણ વર્માની દેશદાઝ, લાખો ફુલાણીની વિરતા, સંત મેકરણદાદાની માનવતા, જેસલની ભક્તિ, તોરલની શક્તિ આત્મસમર્પણ આ ધરાને અજવાળી છે. કચ્છ માડુ રણને ઝરણ બનાવે રજને રજત કચ્છનું ઝમીર ખુમારવંતી પ્રજા માં આશાપુરાના દર્શન કરવા, પગપાળા, આવતા ભાવિકોની વિનામૂલ્યે વિના સંકોજે સેવા એજ ધર્મના ઉદેશની નાના મોટા કેમ્પો, સેવા કેન્દ્રો, નાતજાતના ભેદભાવ વગર ૨૪ કલાક નિસ્વાર્થ સેવા કચ્છી માડુ આપે છે. નવરાત્રી સમય દરમ્યાન શ્રીફળ વધેરવાની મનાઈ ચે. માતાના-મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે રહેવા, જમવાની વિનામુલ્યે સગવડ પુરી પાડવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.