ખોડલધામ અને જલારામ મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવતા કુંવરજીભાઈ બાવળીયા

જલારામબાપાના મોભી રઘુરામબાપાની પણ લીધી શુભેચ્છા મૂલાકાત

પાણી પુરવઠા અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ  આજે સુ-પ્રસિદ્ધ  વીરપુર જલારામ ધામમાં જલારામ મંદિર તેમજ ખોડલધામ કાગવડ ખાતે માં ખોડલના દર્શન અર્થે પધાર્યા હતા.અને ખોડલ ધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ હોદેદારોની  મુલાકાત લીધી હતી. વીરપુર ખાતે જલારામ બાપાના પરિવારના મોભી રઘુરામ બાપાની તેમજ સ્થાનિક આગેવાનોની શુભેચ્છા મુલાકાત લીધી હતી

દર્શન કરીને પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે,આજે હું જલારામ બાપાના અને માં ભગવતી ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવું છું. ખોડલધામ મંદિર પરિસરમાં કુંવરજીભાઇ બાવળિાને નરેશભાઈ પટેલે માં ખોડલની પ્રસાદી રૂપે ખેસ અને મા ખોડલનું ચિત્ર અર્પણ કર્યું હતું. આ પ્રસંગે જશુબેન કોરાટ, ગોરધનભાઈ ધામેલિયા, પ્રશાંતભાઈ  કોરાટ, વેલજીભાઈ, જનકભાઇ ડોબરીયા, મયુરભાઈ બારસિયા, રાજુભાઇ બારૈયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

Loading...