Abtak Media Google News

કોળી સમાજ પર ભરવાડ શખ્સ દ્વારા  બીભત્સ ટિપ્પણી કરાતા વાંકાનેર કોળી સમાજ લાલ ઘુમ બન્યો છે. રોષે ભરાયેલા કોળી સમાજે આ શખ્સને તાત્કાલિક પકડી પાડવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું.

ભાવનગર ના ખોડિયાર મંદિર પાસે પ્લોટ વિસ્તારમાં રહેતા દિપક સાઠીયા દ્વારા પોતાને ભરવાડ તરીકે ઓળખાવી તાજેતર માં સોશ્યિલ મીડિયા માં એક વિડિઓ વાઇરલ કરવામાં આવ્યો હતો. તે વિડિઓમાં સ્પષ્ટ શબ્દોમાં કોળી સમાજની બહેનો વિષે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેમજ કોળી સમાજના પુરુષોને દારૂના વ્યસની ગણાવીને કોળી સમાજ ની લાગણી દુભાવવામાં આવી હતી.

Img 20180511 Wa0121આ વીડિયો વાઇરલ કરતા વાંકાનેર કોળી સમાજ લાલ ઘુમ બન્યો હતો અને કોળી સમાજ ના આગેવાનો દ્વારા આ શખ્સને પકડી પાડવા અને યોગ્ય કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.