Abtak Media Google News

જ્યુસને શરીર માટે ખૂબ સારુ માનવામાં આવે છે. તેથી પ્રાકૃતિક ચિકિત્સામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી બીમારીઓની સારવાર થઈ શકે છે. તેમા જુદા જુદા ફળો અને શાકભાજીઓનો રસ આપવામાં આવે છે.

જેવા કે કારેલા જાંબુ કે દૂધીના જ્યુસમાં સ્વાદ નથી હોતો. પણ તેનુ જ્યુસ પીવાથી ખૂબ ફાયદો થાય છે. આવો જાણીએ જ્યુસ રેપીના કેટલાક સ્પેશ્યલ રહસ્ય જેનાથી તમે તમારી બીમારીઓની સારવાર કરી શકો છો.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 5

૧  લોહીની ઉણપ થતા પાલકના પાનનો રસ,મોસંબી, દ્રાક્ષ, સફરજન, ટામેટા અને ગાજરનો રસ લઈ શકાય છે.

૨. ભૂખની કમી – લીબૂ, ટામેટાનો રસ લો. ધીરે ધીરે ભૂખ ખુલશે.

૩.  ફ્લુ અને તાવ – મોસંબી, ગાજર, સંતરાનો રસ લેવો જોઈએ. તેનાથી ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે અને ફ્લુ તેમજ તાવ જેવા રોગ આસપાસ ની ફડકતા નથી.

૪. એસિડિટી – મોસંબી, સંતરા, લીંબૂ, અનાનસનો રસ લો. એસિડીટીની સમસ્યા આને રોજ લેવાથી જડમાંથી ખતમ ઈ જાય છે.

૫. કૃમિ રોગોમાં – લસણ અને મૂળાનો રસ પેટની કૃમિને મારી નાખે છે.

૬. ખીલમાં – ગાજર, તરબૂચ અને ડુંગળીનો રસ લો. સ્કિન પ્રોબલેમ્બ્સ ખતમ થઈ જશે.

૭. કમળો – શેરડીનો રસ, મોંસબી અને દ્રાક્ષનો રસ દિવસમાં અનેકવાર લેવો જોઈએ. કમળો જલ્દી મટે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.