Abtak Media Google News

ભવિષ્યમાં શું થવાનું છે તેને લઈને પ્રાચીનકાળથી જ દરેક વ્યક્તિને ઉત્સુકતા રહી છે. તેની માટે પ્રાચીનકાળથી જ ઋષિ-મુનિઓ તેની ઉપર તપસ્યાના બળે જ જ્યોતિષશાસ્ત્રનું નિર્માણ કર્યું હતું. આજે પણ લોકોને ભવિષ્યમાં શું થવાનું છે તેને લઈને ભારે ઉત્સુકતા રહેતી હોય છે. જ્યોતિષ પ્રમાણે પ્રાણીઓની મદદથી પણ ભવિષ્ય જાણવાની પણ પદ્ધતિ વિકસાવાઈ છે જેને શુકનશાસ્ત્ર કહેવાય છે. આપણી આસપાસ રહેતાં જ કેટલાક પ્રાણીઓ દ્વારા આપણને સંકેત મળી જતો હોય છે બસ, તેને ઓળખવાની જરૂર છે.બિલાડિ અને કૂતરા દ્રારા જાણો સુકન-અપસુકન.

જો તમે ક્યાંય બહાર જતા હોય અને ઘરની બહાર કૂતરુ શરીર ખંજવાળતુ જોવા મળે તો કામમા બાધા આવી શકે.

પાલતુ કૂતરો વાહનની અંદર વારવાર ભોંક્યા કરે તો કોઈ દૂરઘટના અથવા અનહોની થવાનું સૂચવી જાય છે.

એકબીજા સાથે  કૂતરા લડતા જોવા મળે તો તમારે બીજા કોઈ વ્યક્તિ સાથે ઝગડો થવાનુ સૂચવી જાય છે.

સંધ્યા સમયે એકથી વધુ કૂતરાં પોતાનુ મુખ પૂર્વ તરફ કરીને રુદન કરતા જોવા મળે તો તે ગામમાં ભંયકર સંકટ આવવાનુ સૂચવી જાય છે

કોઈ કૂતરો બળતું લાકડુ લઈને સામો આવતો જોવા મળેતો મુત્યુ નો ભય અથવા ભયાનક કષ્ટ નો સકેત સૂચવે છે.

કોઈ જગ્યાએ જતી પહેલાં કૂતરો ઘરના સ્વામીને લાડ કરે તો યાત્રા અશુભ સાબીત થઈ શકેછે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.