નીટના પરિણામોમાં પ્રિમીયર ઇંગ્લિશ મિડીયમ સ્કૂલનો ડંકો

૬૭૫ ગુણ સાથે પ્રિમીયર સ્કૂલનો છાત્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ: ૬૦૦થી વધુ માર્કસ સાથે ૩૩ વિદ્યાર્થીઓ

૧૬ ઓકટોબરના રોજ નીટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટની પ્રખ્યાત પ્રિમીયર ઈગ્લીશ મિડિયમ સ્કુલનું નીટમાં ઉત્કર્ષ પરિણામ આવ્યું છે. સ્કુલના ધણા બધા વિદ્યાર્થીઓને સારામાં સારા માર્કસ મેળવી માતા-પિતા અને સ્કુલનું ગૌરવ વધાર્યું છે ત્યારે પ્રિમીયર ઈગ્લીશ મિડિયમ સ્કુલના સંચાલકોએ નીટના પરિણામની વિગતો આપી હતી. અબતક સાથેની વાતચિત દરમિયાન પ્રિમીયર ઈગ્લીશ મીડીયમ સ્કુલના સંચાલક મનન જોષીએ જણાવ્યું હતુ કે અમે ધો.૬ થી ધો.૧૨ સુધી અભ્યાસ કરાવીએ છીએ વર્ષ ૨૦૨૦ના નીટના રીઝલ્ટમા સૌરાષ્ટ્રમાં ઈગ્લીશ મિડિયમમાં અમારૂ રીઝલ્ટ પ્રથમ ક્રમે આવે છે. ૬૯૫ સાથે સૌરાષ્ટ્રમાં ઈગ્લીશ મીડીયમમાં પ્રથમ અમારી સ્કુલનું બાળક છે. સ્કુલ લેવલે અને ૬૦૦ ઉપર અમારા ૩૩ બાળકો છે. ૫૫૦ ઉપર ૮૮ જેટલા બાળકો છે જે બધા ગર્વમેન્ટ જીમર્સ મેડીકલમાં જઈ શકશે. એજયુકેશનમાં ઘણો બદલાવ આવ્યો છે. એમ કહું તો પ્રોફેશનલ અપ્રોચ આવ્યો છે. અત્યાર સુધી બાય ડિફોલ્ટ ચાલતું હતુ હવે બાળકો અને વાલીઓ કરીયર ઓરીએન્ટેડ થઈ ગયાં. છે.

તેમને પહેલેથી જ નકકી કર્યું હોય કે મારૂ બાળકને આઈઆઈટીમાં જવું નીટ કલીયર કરી એઈમ્સમાં જવું. મેડીકલ કોલેજમાં જવું હવે એજયુકેશન વીથ પ્રેસર આવે છે.

હવે છેલ્લા બે વર્ષથી દરેક રીજીયોનલ લેગ્વેંજમાં લેવામાં આવે છે. કારણ કે સરકારે એવું જોયું કે રીજીયોનલ લેગ્વેંજમાં ભણતા બાળકો પણ વધુ સંખ્યામા છે. અંગ્રેજી મીડીયમ કરતાં તેથી દરેક સ્ટેટની રીજીયોનલ લેગ્વેંજને નીટમાં માન્યતા આપી છે. તેમાં જ પેપર લેવાય છે. સરકારે થોડા સમયથી એન્ટ્રેન્સ એકઝામનો ટેન્ડ કર્યો છે. જેમાં ધો.૧૧,૧૨ પછી કોઈપણ સ્ટ્રીટમાંથી સ્પેશ્યલલી સાયન્સની વાત કરૂં તો તેમાં આઈઆઈટીમાં જવું હોય કે પેરા મેડીકલમાં જવું હોય તો એન્ટ્રેન્સ પાસ કરવી જ પડે. તે એન્ટ્રેન્સ નેગેટીવ માર્કસ સાથે છે. તેથી બાળકોએ સતત પ્રોફેશ્નલ એપ્રોચ સાથે ભણવાનું છે. પહેલા દસમાં બારમાંના રીઝર્લ્ટ પર પ્રવેશ મળતો.

છેલ્લા પાંચ વર્ષથી ચિત્ર બદલાયું છે હવે આપણા બાળકો પણ ટોપ ટેનમાં ટોપ હન્ડ્રેડમાં આવે છે. અમારી સ્કુલની વાત કરૂ તો છેલ્લા ચાર વર્ષમાં અમે ભારતમાં ટોપ ૧૦૦માં અમે ત્રણ વિદ્યાર્થીઓ આવ્યા છે. આપણા બાળકોમાં પણ હુન્નર છે જ પરંતુ આપણે તે ક્ષેત્રમાં વિચાર્યું ન હતુ. પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષથી સૌરાષ્ટ્રમાં નીટમાં સારૂ રિઝલ્ટ આવે છે. સો ટકા ટેલેન્ટ પર જ છે. પૈસા ઉપર નીટનું રીઝળ્ટ કે આઈઆઈટીનું રીઝલ્ટ નથી એવા ઘણા બધા ઉદાહરણો છે કે બાળકો સામાન્ય બેગ્રાઉન્ડમાંથી આવતા હોય છતા ટમાં ટોપ કરે છે. આ વર્ષે પણ અમારે બે ત્રણ ગર્લ્સ હતી જે રાજકોટ મેડીકલ કોલેજમાં એડમીશન મેળવવા પામે છે. નીટની તૈયારીમાં સ્કુલ વાલીઓ અને સોસાયટીનો મુખ્ય રોલ છે. ધો.૧૧,૧૨ નીટ કે જેઈઈની એકઝામ આપો તો તમે પંદરલાખ વિદ્યાર્થીઓ સાથે પૂરા ભારતમાં કોમ્પીટ કરો છો. તમારૂ મેરીટ પંદર લાખ વિદ્યાર્થીમાંથી બને છે તે માટે એક એક માર્કનું મહત્વ છે. બીજુ નેગેટીવ માર્કીંગ છે તેથી માતા પિતાએ સતત ભોગ આપવો પડે છે.

Loading...