Abtak Media Google News

કોલકાતાના આ જીત સાથે ૧૦ પોઇન્ટ થઈ ગયા છે અને રનરેટના આધારે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ

આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો

યુવા ખેલાડી શુબમન ગિલની અર્ધી સદી અને કેપ્ટન દિનેશ ર્કાતિકના ૧૮ બોલમાં અણનમ ૪૫ રનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે ચેન્નઈ સુપર કિંગ્સને છ વિકેટે પરાજય આપ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતાં ધોનીના અણનમ ૪૩ રન, વોટસનના ૩૬ રન અને રૈનાના ૩૧ રનની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી ૧૭૭ રન બનાવ્યા હતા જેના જવાબમાં કોલકાતાએ ચાર વિકેટ ગુમાવી ૧૭.૪ ઓવરમાં લક્ષ્યાંક મેળવી લીધો હતો.

કોલકાતાના આ જીત સાથે ૧૦ પોઇન્ટ થઈ ગયા છે અને રનરેટના આધારે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે જ્યારે ચેન્નઈ બીજા સ્થાને ધકેલાઈ ગઈ છે.

દરમિયાન ત્રણ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિન્યસની ટીમ આ સિઝનમાં આઠ પૈકી માત્ર બે મેચ જીતી શકી છે જેને કારણે પ્લેઓફની રેસમાંથી બહાર થવાનો ખતરો મંડરાયો છે. મુંબઈ ઈન્ડિયન્સ આજે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટકરાશે ત્યારે મેચ જીતવા એડીચોટીનું જોર લગાવવું પડશે. કિંગ્સ ઇલેવન પંજાબ ફોર્મમાં છે.

અશ્વિનની કેપ્ટનશિપમાં પંજાબે સાતમાંથી પાંચ મેચ જીતી છે અને પ્લે ઓફમાં પ્રવેશ લગભગ નિશ્ચિત મનાઈ રહ્યો છે. ગેલ એક અઠવાડિયાના રેસ્ટ બાદ ફરી ટીમ સાથે જોડાયો છે અને તે લોકેશ રાહુલ સાથે ધમાલ મચાવવા તૈયાર છે.

કિંગ્સ ઇલેવન પંજાબ ટીમમાં કોઈ પર્પલ કેપ અને ઓરેન્જ કેપ ધરાવતું નથી પરંતુ સામૂહિક પ્રદર્શનને કારણે ટીમ સતત વિજય મેળવી રહી છે. આથી મુંબઈ માટે પંજાબના વિજયરથને રોકવો આસાન નહીં રહે. મુંબઈને હવે છ મેચ રમવાની છે અને પ્લેઓફમાં પ્રવેશ મેળવવો હોય તો તમામ છ મેચ જીતવી જરૂરી બની ગઈ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.