Abtak Media Google News

બંનેની ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી પણ જામતી નથી: પ્રેમની નૈયા પણ ડામાડોળ

બોલીવૂડ અફેર્સ હંમેશા ચર્ચાના ચકડોળે ચઢયા છે. ફરહાન અખ્તરે જેના માટે પત્ની અધૂના સાથે છૂટાછેડા લીધા તે પ્રેમિકા શ્રધ્ધા કપૂરે તેની સાથે કિટ્ટા છે. ત્યાં સુધી શ્રધ્ધાએ ઈન્સ્ટાગ્રામ પર પણ ફરહાનને અનફોલો કર્યો છે.

ફરહાન અને શ્રધ્ધાએ ફિલ્મ રોક ઓન-૨માં સાથે કામ કર્યું, તેમની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી જરાય જામી નથી. હવે તેમની દોસ્તી ય ડામાડોળ છે. આમ પણ શ્રધ્ધાએ તેની કારકિર્દીની ડૂબતી નૈયાને બચાવવા માટે આ જરૂરી હતી.

છેલ્લે રીલીઝ થયેલી શ્રધ્ધા કપૂરની ફિલ્મો રોક ઓન-૨, હાફ ગર્લફ્રેન્ડ, ઓ.કે.જાનુ અને હસીના પારકર ફલોપ રહી છે. હવે તેની ફિલ્મી કેરીયરનો દારોમદાર ફિલ્મ ‘સાહો’ પર છે. જેના તેનો હીરો ‘બાહુબલી’ પ્રભાસ છે.

ફરહાન અખ્તર બે ઘોડા પર (ડાયરેકશન અને એક્ટિંગ) સવાર થવા ગયો તેમાં સંતુલન રાખી શકયો નથી. તે ડાયરેકશન તરીકે એકસ્ટ્રા ઓર્ડીનરી છે. તેણે ડાયરેકટ કરેલી પ્રથમ ફિલ્મ ‘દિલ ચાહતા હે’ હિંદી સિનેમાની યાદગાર ફિલ્મોની યાદીમાં સામેલ છે.

ફરહાન અખ્તરે નવું વર્ષ ઓસ્ટ્રીયા પર્વતારોહણ કરીને એકલા એકલા (પ્રેમિકા શ્રધ્ધા વિના) ઉજવ્યું હતું. કહે છે કે, શ્રધ્ધાનાં પિતા શક્તિ કપૂર બંનેની લવ સ્ટોરીમાં ‘વિલન’ બન્યા છે. ટૂંકમાં, ફરહાન અખ્તરની હાલત પેલી ગુજરાતી કહેવત “ધોબીનો કૂતરો ન ઘર નો – ન ઘાટનો જેવી થઈ છે. તેણે પત્ની અધૂના (મશહૂર હેરસ્ટાઈલ ડીઝાઈનર)ને છોડી દીધી હવે પ્રેમિકા પણ ભાવ નથી આપતી ! ભાઈ ‘મિલ્ખા’ આવું કેમ કર્યું ???

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.