કીસી શાયરની ગઝલ… ડ્રીમ ગર્લ!!

બોલીવુડ જગતની ‘બંસતી’ નો આજે ૭રમો જન્મદિવસ: શોલે, સીતા ઔર ગીતા, સત્તે પે સત્તા, બાગબાન જેવી સુપરહીટ ફિલ્મોથી ગ્રાહકોના ‘દિલો દિમાગ’ પર આગવી છાપ છોડી

કીસી શાયર કી ગઝલ ડ્રીમ ગર્લ… બોલીવુડ જગતની ડ્રીમગર્લ તરીકે ઓળખાતા હેમા માલીનીનો આજે ૭રમો જન્મ દિવસ છે. હેમા માલીનીનુ: નામ બોલીવુડ ઇન્ડસ્ટ્રીની એવી અભિનેત્રીઓની સુચિમાં સામેલ છે. કે જેણે પોતાના જીવનની લાંબી સફર બોલીવુડને સમર્પિત કરી હોય, હેમા ભારતની એવી કલાકાર છે કે જેણે ફીલ્મ ઇન્ડસ્ટ્રીની જાતજમાત પચાવી જામી છે. દક્ષિણથી માંડી માયાવીનગર સુધીનો તેણીનો દોર અદભુત રહ્યો છે. ૭ર વર્ષની ઉંમરે પણ બોલીવુડમાં તેનું નામ શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં કંડારાયેલું છે. તેણીની ખુબસુરતી  એકિંટગ ડ્રાન્ંસ અને ખાસ કરીને તેની ફીટનેસ  અન્યોને પણ અનુસરવા આકર્ષે છે. આથી જ હેમાને ડ્રીમ ગર્લની સાથે બ્યુટી વિથ બ્રેઇન, જેવી ઉપમાં પણ મળી છે.

હેમા બોલીવુડની સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ સંકળાયેલ છે. તેણી હાલ, સાંસદ તરીકે પણ સેવારત છે. હેમાની વાત કરીએ અને તેની ફિલ્મ ‘શોલે’ ની વાત ન કરીએ તો તે ખાંડ વિનાની ચા જેવું છે વષૅ ૧૯૭૫માં શોલે ફિલ્મ પ્રકાશિત થઈ હતી જેમાં હેમા,અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની જોડીએ ભારે ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં હેમામાલિની ‘બંસતી’ની ભૂમિકા ભજવી હતી જે પાત્રએ ખૂબજ લોકચાહના મેળવી હતી. તે સમયે ફિલ્મનો ડાયલોગ ‘યું કી, યે કૌન બોલા’ દરેક ફિલ્મ રસીકોનાં હોઠે ગણગણતો જોવા મળતો. ૧૯૭૨માં રજૂ થયેલી તેની ફિલ્મ ‘સીતા અને ગીતા’માં હેમાએ ભજવેલા પાત્રએ તેની કૌશિલ્ય શકિતક ઉજાગર કરી અને કરોડો પ્રેક્ષકોનાં મન જીત્યા’ હેમાની યાદગાર અને સુપર ફિલ્મ કી શકાય એવી ફિલ્મોમાં શોલે, સીતા ઔર ગીતા, સતે પે સતા, બાગબાનનો સમાવેશ છે. તેણી કલાસીકલ ડાન્સર છે.

હેમામાલીની ફીટનેશને લઈ પણ ખૂબ પ્રખ્યાત છે. તેણી દરરોજ પોણી કલાક સુધી યોગા, ધ્યાન કરે છે. તેણી સંપૂર્ણ પણે વેજીટેરીયન છે. પોતાના ડાયટ પ્લાનને લઈ તેણી ખૂબજ સચેત રહે છે. દરરોજ વહેલી સવારે કસરત અને યોગા તેણીનું રૂટીન છે. તેણી દરરોજ ગરમ પાણીમાં લીંબુ અને મધ ભેળવી પીવે છે. આ ઉપરાંત, રેગ્યુલર ડાંસ, સાયકલીંગ અને વોકિંગ પણ કરે છે. આજ કારણસર તેની ખૂબસુરતી આજે પર અન્ય એકટ્રેસ કરતાં અલગ છે.

Loading...