Abtak Media Google News

દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમ દ્વારા ગત તા.ર૯ અને ૩૦ ડીસેમ્બરના રોજ યોજાયેલ જાજરમાન લગ્નોત્સવ સંપન્ન થયા બાદ આજે વહેલી સવારે ૮.૩૦ કલાકે દીકરીઓ (કપલમાં) ગોવા જવા રવા થઇ હતી. ભારે હર્ષ અને ઉત્સાહના વાતાવરણ વચ્ચે સંસ્થાના સંસ્થાપક મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા, હરેશ પરસાણા, કીરીટભાઇ પટેલ, અશ્ર્વિનભાઇ પટેલ, પ્રવીણ હાપલીયા,  પોપટભાઇ પટેલ, ડો. ભાવના મહેતા, કાશ્મીરા દોશી, કલ્પનાબેન દોશી, પ્રીતી વોરા, વર્ષાબેન આદ્રોજા, ગીતાબેન પટેલ, ગીતાબેન પટેલ, આનંદીબેન પટેલ, ફાલ્ગુનીબેન કલ્યાણી, આશાબેન હરીયાણી, દક્ષાબેન હાપલીયા, સહીતના અગ્રણીઓએ વિદાય આપી હતી અત્રેેએ ઉલ્લેખનીય છે કે રર દીકરીઓના પ્રવાસનો તમામ ખર્ચ શહેરના સામાજીક અને રાજકીય અગ્રણી ભૂપતભાઇ બોદરએ ઉઠાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.