સ્લોવિકેટ ઉપર કિંગ છવાઈ ગયું!!!

મયંક અગ્રવાલની ધૂવાંધાર ૨૫ બોલમાં ૪૫ રનની રમતે ટીમનું મનોબળ વધાર્યું

દુબઇ ખાતે રમાઈ  રહેલી આઇપીએલ ની ૩૧મી મેચ પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. જેમાં પંજાબએ પોતાની મેન્ટલ સ્ટ્રેન્થ બતાવી. હતી. સારજહાં ખાતેની મેચમાં બેંગ્લોરને ૧૭૧ રન સુધી પહોંચવામાં તકલીફ પડી હતી. એ પીચ પર મયંક અગ્રવાલ આવતાજ ધુવાધાર બેટિંગ કરી પંજાબને જીતનો રસ્તો શહેલો કર્યો હતો. કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્સમેનો સ્લોવિકેટ પર છવાઈ ગયા હતા. કે એલ રાહુલ, ક્રિશ ગેલ, અને મયંક અગ્રવાલ દ્વારા પંજાબને શાનદાર શરૂઆત અપાવી હતી. પંજાબે  ધુવાધાર શરૂઆત કરી પોતાની જીતના પાયા નાખી દીધા હતા.  મયંક અગ્રવાલે ટીમને મોટી શરૂઆત આપીને ટીમનો મનોબળ વધાર્યું હતું.

આઇપીએલની ૧૩મી સીઝનની ૩૧મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે  બેંગલોરને ૮ વિકેટે હરાવ્યું હતું. પંજાબ સતત ૫ મેચ હાર્યા બાદ છઠ્ઠી મેચ જીત્યું હતું. પંજાબ ૮માંથી ૨ મેચ જીતીને હજી પણ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે પંજાબને ૧૭૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. કિંગ્સની ટીમે કપ્તાન લોકેશ રાહુલ અને ક્રિસ ગેલની ફિફટી થકી ૨૦ ઓવરના છેલ્લા બોલે ટાર્ગેટ ચેઝ કર્યો હતો. રાહુલે આઇપીએલમાં પોતાની ૨૦મી અને ક્રિશ ગેલે ૨૯મી ફિફટી મારી હતી.

ટાર્ગેટનો પીછો કરતા પંજાબની શરૂઆત સારી રહી હતી. પંજાબના કેપતન લોકેશ રાહુલે ૬૧, ક્રિસ ગેલે ૫૩ જ્યારે  મયંક અગ્રવાલે ૪૫ રન કર્યા હતા. ચહલે મયંકને બોલ્ડ કરીને ટી-૨૦માં ૨૦૦ વિકેટ પૂરી કરી હતી. મયંક અને રાહુલે પહેલી વિકેટ માટે ૮ ઓવરમાં ૭૮ રનની ભાગીદારી કરી હતી. બેંગલોરના  કપ્તાન વિરાટ કોહલીએ ૪૮ રન કર્યા હતા.

આ સીઝનમાં આ શારજાહ ખાતે સૌથી નાનો ટાર્ગેટ છે. આ પહેલા સીઝનની ૨૩મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને ૧૮૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબ માટે મોહમ્મદ શમી અને મુરુગન અશ્વિને ૨-૨, જ્યારે ક્રિસ જોર્ડન અને અર્શદીપ સિંહે ૧-૧ વિકેટ લીધી હતી. પાંજબના બોલર મોહમ્મદ શમીએ ઇનિંગ્સની ૧૮મી ઓવરમાં વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સને  આઉટ કર્યા હતા.  કોહલીએ ૩૯ બોલમાં ૩ ફોરની મદદથી ૪૮ રન કર્યા હતા. કોહલીએ આઇપીએલના ઇતિહાસમાં કોઈ ટીમ માટે ૨૦૦ મેચ રમનાર પ્રથમ પ્લેયર બન્યો છે. વિરાટ કોહલી બેંગલોર માટે આઈપીએલમાં માં ૧૮૫ અને ચેમ્પિયન્સ લીગ ટી-૨૦માં ૧૫ મેચ રમ્યો છે. કોહલી બેંગલોર સાથે જોડાયા બાદ માત્ર ૪ જ મેચમાં પ્લેઈંગ-૧૧નો ભાગ રહ્યો નથી.

Loading...