Abtak Media Google News

અત્યારે સ્કૂલોમાં વેકેશનનનો પીરીયડ ચાલી રહ્યો છે ત્યારે બાળકો માટે અવનવી એકિટવીટી માટેના પ્રોગ્રામો ન થાય તો જ નવાઇ ! આ  સિવાય બાળકો પણ પોતપોતાની રીતે પસંદીદા પ્રવૃત્તિઓ શોધી લેતા હોય છે.

રંગીલા રાજકોટમાં ઘણી બધી સંસ્થાઓ એવી છે કે વેકેશન પીરીયડ દરમિયાન બાળકોમાટે દર વર્ષે મનોરંજક ઇવેન્ટનું આયોજન કરે છે. જેમાં ખાનગી રેડીયો સ્ટેશન રેડ એફ એમ અને જેમ્સ સ્કૂલ પણ પાછળ નથી.

આ બન્ને ખાનગી સંસ્થાઓએ ભેગા મળીને બાળકો માટે એકિટવીટી ઇવેન્ટનું આયોજન કર્યુ હતું. આ ઇવેન્ટનું નામ છે સ્ટેજ ફોર કિડ જી હા,  આ ઇવેન્ટનો ગ્રાન્ડ ફીનાલે તાજેતરમાં સફળતાપૂર્વક યોજાઇ ગયો.

રેડ એમ.એમ. તથા જેમ્સ સ્કુલ દ્વારા બાળકો માટે સ્ટેજ ફોર કિડ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ગેન્ડ ફીનાલે ગઇકાલે જેમ્સ સ્કુલ ખાતે યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ૮૫ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. અને તેમાંથી ૩ બાળકોને વિનર જાહેર કરાયા હતા. આ કાર્યક્રમમાં સિંગીગ, ડાન્સીંગ, મીમીક્રી વગેરે કૃતીઓ પ્રસ્તુત કરીહતી.

આવા કાર્યક્રમો થતા રહેવા જોઇએ: તેજશ પરમાર

આ કાર્યક્રમના જજ તેજસ પરમારે જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો થતા રહેવા જોઇએ. જેથી બાળકોને પણ સ્ટેજ મળે અને તેમનું ટેલેન્ટ દેખાડવાનો ચાન્સ મળે તે માટે આવા કાર્યક્રમો જરુરી છે. અત્યારના બાળકો ચોકકસ પણે મોબાઇલ તરફ વધારે વળી રહ્યા છે. પરંતુ તેમને ફકત મોબાઇલ થી દુર રાખવા એ ફકત ઉપાય નથી પરંતુ તેમને દિવસનો થોડો સમય ફાળવી તેમને હંમેશા મોબાઇલમાંથી પણ કંઇક નેકંઇક નવું શીખવવાના પ્રયત્નો કરવા જોઇએ.

બાળકોનો ટેલેન્ટ બહાર આવે: અભીજીત સર

જેમ્સ સ્કુલના જીએમ અભીજીત સરએ જણાવ્યું હતું કે જેમ્સ સ્કુલ દ્વારા પહેલી વખત બાળકો માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આવા કાર્યક્રમ દ્વારા બાળકોના ટેલેન્ટને બહાર લઇ આવવા માટેના હંમેશા પ્રયત્નો કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.