Abtak Media Google News

૪૦ વર્ષથી નવરાત્રી દરમિયાન આહિર સમાજની બાળાઓ માં જગદંબાની આરાધના કરે છે: ધારાસભ્યનું સન્માન કરવામાં આવ્યું

ઉપલેટાના ખાખીજાળીયા ગામે આજે પણ નવરાત્રી દરમ્યાન પ્રાચીન ગરબાનું મહત્વ જાળવી ગ્રામ્ય વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. ખાખીજાળીયામાં આહિર યુવક મંડળ દ્વારા છેલ્લા ૪૦ વર્ષ થયા અસલ આહિર લોકોના પહેરવેશમાં નવ-નવ દિવસ સુધી માં જગદંબાના સાનિઘ્યમાં ગામની બાળાઓ અને ભાઈઓ સોનાના હિંડોળે દ્વારકામાં દિવા બરે… મોર બની થનગનાટ કરે… સહિતના પ્રાચીન ગીતોના સથવારે અસલ પ્રાચીન રાસ ગરબાની રમઝટ બોલાવેલ છે. ગરબી મંડળની એક અનોખી સેવાકિય પ્રવૃતિની પણ નોંધ લેવા જેવી છે.78 3

ગરબી મંડળના ફેડ સાથે ગૌમાતાનું પણ ફેડ એકત્ર કરવામાં આવે છે. આ પ્રાણાલીકા ગામમાં વર્ષો થયા ચાલે છે આને કારણે આજે પણ ખાખીજાળીયાની ગૌમાતા દુખી થતી નથી. ગઈકાલે ગરબી મંડળના આમંત્રણને માન આપી ધારાસભ્ય લલિતભાઈ વસોયા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, નગરશેઠ અમિતભાઈ શેઠ, લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા, ખાખીજાળીયા ગામના સમાજ શ્રેષ્ઠી ધરણાંતભાઈ સુવા, કારાભાઈ સુવા, ભાદાભાઈ બોરખરીયા, લક્ષ્મણભાઈ શેઠ, ગામના સરપંચ કાનભાઈ સુવા, ગઢાળાના સરપંચ નારણભાઈ આહિર સહિતના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધારાસભ્ય લલિતભાઈ વસોયાનું ગરબી મંડળ તેમજ ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.