Abtak Media Google News

ખોડલધામના ફેસબુક પેઈજ પર સવારે ૬:૩૦ થી ૮ વાગ્યા સુધી લાઈવ પ્રસારણ કરવામાં આવશે

ઘરે રહીને લોકો યોગાસન કરી, માર્ગદર્શન મેળવી શકશે

૨૧મી જૂનને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય યોગા પદ્ધતિ આજે વિશ્વભરમાં પ્રચલિત બની છે પરંતુ આ વર્ષે કોરાના વાઈરસની મહામારીના સમયમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી ઓનલાઈન કરીને લોકોને યોગા સાથે જોડી રાખવાનો પ્રયાસ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કરાયો છે. ૨૧ જૂનના રોજ યોગા દિવસ નિમિત્તે લોકો ઘરે રહીને યોગાસન કરી શકે અને યોગા અંગેનું માર્ગદર્શન મેળવી શકે તે હેતુથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ફેસબુક પેઈજ પર વર્ચ્યુઅલ યોગા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા દર વર્ષે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ હાલ કોરોના વાઇરસની મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન જરૂરી હોવાથી ઉજવણી શક્ય નથી પરંતુ આ પરિસ્થિતિમાં પણ લોકો યોગા સાથે જોડાયેલા રહે અને યોગા પ્રત્યે લોકોમાં વધુ જાગૃતિ ફેલાય તે માટે શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન અને શુભેચ્છા સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ૨૧ જૂનના રોજ વર્ચ્યુઅલ યોગા ઇવેન્ટ થકી ઘર ઘર સુધી યોગા પહોંચાડવાનું કામ કરવામાં આવશે.

Screenshot 6 7આ માટે ૨૧ જૂનના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ “SHREE KHODALDHAM” પર સવારે ૬:૩૦ વાગ્યાથી ૮ વાગ્યા સુધી વર્ચ્યુઅલ યોગા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ૨૧ જૂને રવિવારે સવારે લોકો ઘરે બેઠાં પોતાના મોબાઈલ કે કમ્પ્યૂટરમાં ફેસબુકના માધ્યમથી વર્ચ્યુઅલ યોગાનો કાર્યક્રમ નિહાળીને યોગાસન કરી શકશે. જેમાં યોગાના નિષ્ણાત દ્વારા યોગાસન વડે હાલની આ મહામારીની પરિસ્થિતિમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે શરીરને કેમ સ્વસ્થ રાખવું તેનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.