કાળમુખા કોરોના વચ્ચે પણ આરોગ્ય સાથે ખિલવાડ: કાર્બાઈડથી કેરી પકાવવાનું કારસ્તાન

આખા વિશ્ર્વને કોરોનાએ ઝપેટમાં લીધા બાદ પણ માનવીની નફા રૂ‚પી લ્હાય ઘટતી નથી: હનુમાનમઢી પાસે કેરીનાં ગોડાઉનમાં દરોડા દરમિયાન રૂ. ૫૦ કિલો કાર્બાઈડ અને ૧૬૦૦ કિલો કેરીનાં જથ્થાનો નાશ

કાળમુખો કોરોના એ માનવજાત માટે સમજી જવાનું એક રેડ સિગ્નલ ભગવાને આપ્યું હોય તેવું માનવામાં આવી રહી છે છતાં વધુ અને ઝડપી નફો કમાવવાની લાલચમાં વેપારીઓ જનઆરોગ્ય સાથે રીતસર ખીલવાડ કરી રહ્યા છે. આજે શહેરમાં કાર્બાઈડથી કેરી પકડાવવાનું તોતીંગ કારસ્તાન પકડાયું હતું. કુદરતે વિશ્ર્વભરને કોરોના‚પીઝટકોઆપ્યો હોવા છતાં માનવ જાત સમજવાનું નામ લેતી નથી. આજે દરોડા દરમિયાન ૨.૫૦ કિલો કાર્બાઈડનો જથ્થો અને કાર્બાઈડથી પકાવેલી ૧૬૦૦ કિલો કેરીનો નાશ કરવામાં આવ્યો હતો.

દર વર્ષે ઉનાળામાં કેરીની સીઝન દરમિયાન વેપારીઓ કેરીને ઝડપથી પકાવવા માટે માનવ માટે ઝેર એવા કેલ્શીયમ કાર્બાઈડનો ઉપયોગ કરતા હોય છે. આ વર્ષે કોરોનાએ સમગ્ર વિશ્ર્વને ઝપેટમાં લીધું છે. ખુદ આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ પર ભાર મુકવામાં આવી રહ્યો છે ત્યારે લોકોએ સુધરી જવું જોઈએ અને બંને ત્યાં સુધી નેચરલ વસ્તુ જ ખોરાકમાં લેવી જોઈએ પરંતુ કુદરત સાથે ખીલવાડ કરવામાં માનવજાત કોઈપણ પ્રકારનો ડર રાખતું ન હોય તેવું લાગી રહ્યું છે. આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરનાં વોર્ડ નં.૨માં હનુમાન મઢી ચોક પાસે એરપોર્ટ રોડ તરફ જતા વિસ્તારમાં રમીઝભાઈ મુસ્તાકભાઈ બુખારીની માલિકીના રોયલ ફ્રુટમાં દરોડો પાડયો હતો જયાં ચેકિંગ દરમિયાન કેલ્શીયમ કાર્બાઈડનો ૨.૫૦ કિલોનો જથ્થો અને કાર્બાઈડથી પકાવેલી ૧૬૦૦ કિલો કેરી મળી આવી હતી જેનો સોખડા યાર્ડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત રૈયા રોડ પર બાલાજી ફ્રુટ અને શકિત ઓટોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જયાં કાર્બાઈડનો જથ્થો મળ્યો ન હતો.

છેલ્લા ૮ દિવસથી અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આજે મોટી માત્રામાં કાર્બાઈડથી પકાવેલી કેરીનો જથ્થો મળી આવ્યો હતો.

Loading...