Abtak Media Google News

ઉખાણા સોલ્વ કરનાર ટીમને આકર્ષક ગિફટ અપાશે

આરએમસી દ્વારા ક્રિસમસ નિમિતે

તા.૨૫ ડીસેમ્બર એટલે કે રજાના દિવસે રાજકોટવાસીઓને મોજ-મસ્તી, થ્રિલ અને ફન માટે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર, ફન સ્ટ્રીટ પાસે સવારે ૭:૩૦ વાગ્યે આરએમસી (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન), ચિત્રનગરી, સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન તથા દ્રોણા ફાઉન્ડેશન દ્વારા ટ્રેઝર હન્ટ ગેમનું આયોજન કરવામાં આવેલ છે.

આખા રેસકોર્સ ગ્રાઉન્ડને આવરી લેતી આ ગેમમાં બે લોકોની એક ટીમ એવી ૧૫૦ ટીમ રહેશે. દરેક ટીમને એક કલુ/પઝલ (સંકેત/ઉખાણુ) આપવામાં આવશે. એ ઉખાણું ઉકેલતા જ તેમને બીજો સંકેત કે ઉખાણાની જગ્યા રેસકોર્સની આસપાસ જ મળી રહેશે અને એમ જ ૭ થી ૮ ઉખાણા સોલ્વ કરતા છેલ્લો જે-તે ટીમ ખજાના (પ્રાઈઝ) સુધી પહોંચી શકશે. જે ટીમ સૌપ્રથમ બધા જ ઉખાણા સોલ્વ કરી ખજાનો મેળવશે તે ટીમ વિજેતા જાહેર થશે. ઉપરાંત પ્રથમ ત્રણ ટીમને આકર્ષક ગીફટ તથા કુપન પણ આપવામાં આવશે. ગુગલ લીંક પર આપની ટીમનું રજીસ્ટરેશન કરાવી પેટીએમથી રૂ.૧૦૦ એક ટીમ દીઠ ભરવાના રહેશે. રજીસ્ટ્રેશન માટે મો.૯૯૦૯૯ ૯૦૭૨૪ ઉપર સંપર્ક કરવા અથવા ગુગલ લીંક  http://goo.gi/iogubidxalxyztap2 ઉપર રજીસ્ટ્રેશન કરાવવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.