Abtak Media Google News

પોસ્ટ હાર્વેસ્ટીંગ ટેકનોલોજી અને મેનેજમેન્ટ કોન્સેપ્ટ આધારીત યુનિટ સ્થાપવા ખેડુતોને આહવાન

રાજયનાં ખેડુતો ખેતઉત્પાદિત માલનું પોસ્ટ હાર્વેસ્ટીંગ ટેકનોલોજી અને મેનેજમેન્ટ કોન્સેપ્ટથી મુલ્યવર્ધન કરે તે માટે સરકાર મહતમ ૧૦ લાખ સુધીની સહાય કરશે. રાજયનાં ખેડુત આધુનિક ખેતી કરીને મબલખ પાક ઉત્પાદન મેળવે છે જે પાક ઉત્પાદનને સામાન્ય ભાવથી સીધે-સીધુ બજારમાં વેચવાનું થાય છે. આ ઉત્પાદનનું પોસ્ટ હાર્વેસ્ટીંગ ટેકનોલોજી અને મેનેજમેન્ટ કોન્સેપ્ટ પર મુલ્યવર્ધન કરીને ડબલથી પણ વધુ ભાવ મેળવીને સારી આવક રળી શકાય છે.

રાજયમાં ખેડુત વર્ગને પોસ્ટ હાર્વેસ્ટીંગ ટેકનોલોજી અને મેનેજમેન્ટ કોન્સેપ્ટ તરફ વાળીને કૃષિને સફળ કરવા માટે ગ્રામ્ય કક્ષાથી તાલુકા કક્ષા સુધી દરેક વર્ગનો ખેડુત કઠોળ, તેલીબીયા, મરી, મસાલા, પાકનું મુલ્યવર્ધન કરે, ગ્રામ્યકક્ષાએ રોજગારીની તકો ઉભી થાય સુખ સવલત અને સગવડમાં વધારો થાય, જીવનધોરણ સુધરે અને ખેડુત આર્થિક સઘ્ધર બને એટલે પોસ્ટ હાર્વેસ્ટીંગ ટેકનોલોજી અને મેનેજમેન્ટ કોન્સેપ્ટ આધારીત પાક મુલ્યવર્ધન યુનિટ સ્થાપવા રાજય સરકાર દ્વારા ચાલુ વર્ષે ખેડુતોને પાક મુલ્યવૃઘ્ધી કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના લાગુ કરવામાં આવેલ છે.

આ યોજનામાં પ્રોજેકટ આધારીત વેલ્યુ એડીશન/પ્રોસેસીંગ યુનિટ માટેની હોય જે અંતર્ગત પ્રોજેકટ યુનિટ કોસ્ટ ૨૦ લાખ સુધીની અંદાજવામાં આવી છે. જેમાં નેશનલ હોર્ટીકલ્ચર મિશનની પઘ્ધતિ મુજબ પ્રોજેકટ આધારીત ખર્ચના ૫૦ ટકા અથવા રૂ.૧૦ લાખ સુધી બે માંથી જે ઓછું હોય તે સહાય બેન્ક એન્ડેડ મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક અરજદારે અરજીપત્રક તેમજ વધુ વિગતો નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરી, લઘુકૃષિ ભવન સરદાર બાગ, જુનાગઢ ખાતે મોકલી આપવાની રહેશે. વધુ જાણકારી માટે ટેલીફોન નં.૦૨૮૫-૨૬૩૨૦૪૧ ઉપરથી વિગત મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.