Abtak Media Google News

કેરળમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે ત્યારે સતત વરસતા વરસાદના કારણે પહાડો પરથી ભેખડો પાણી વહેતું હોય તેમ વહેવા લાગી. અતિવૃષ્ટિ અને ભૂસ્ખલનના કારણે સ્થાનિક રહેવાસીઑમાં પણ ભયનો માહોલ છવાયો છે.

Advertisement

કેરળ 100 વર્ષોમાં સૌથી ભયંકર પૂરનો સામનો કરી રહ્યું છે. વીતેલા નવ દિવસમાં ભારે વરસાદ અને પૂરના કારણે 180 લોકોનાં મોત થયાં છે. જ્યારે મોનસૂનની સીઝનમાં મેથી અત્યાર સુધીમાં 324 લોકોએ જીવ ગુમાવ્યાં છે. રાજ્યના 12 જિલ્લાઓમાં 3.14 લાખ લોકો બેઘર થઇ ચૂક્યા છે. તેમને 1568 રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. શુક્રવારે મુખ્યમંત્રી પીનરાઈ વિજયન સાથે ચર્ચા પછી નરેન્દ્ર મોદી મોડી રાતે કેરળ પહોંચ્યા.

પૂર અંગેની સ્થિતિ જાણવા વડાપ્રધાન મોદીએ કેરળના મુખ્યમંત્રી વિજયન અને અન્ય મંત્રીઓ સાથે બેઠકકરી. ત્યારબાદ કેરળને 500 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી. બીજી બાજુ હવામાન વિભાગે રવિવાર સુધી કેરળની સાથે જ તમિલનાડુ અને કર્ણાટકમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.