Abtak Media Google News

વિશ્વના સૌથી વૃધ્ધ મહિલા તરીકે જાપાનના કેન તનાકાનું નામ ગિનીઝ વર્લ્ડ બુક રેકોર્ડમાં નામ નોંધાયું છે. ૧૧૭ વર્ષની ઉંમરનાં આ કેન તનાકાને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે દુનિયાની સૌથી વદુ ઉમર વાળી જીવીત વ્યકિતના રૂપમાં માન્યતા પ્રદાન કરી છે. કેન તનાકા અગાઉ આ રેકોર્ડ જાપાનનાજ એક મહિલાના નામે હતો જેનું નામ નબી તાજીમા હતુ નબી તાજીમાનું મૃત્યુ ૧૧૭ વર્ષની વયે એપ્રીલ, ૨૦૧૮માં થયું હતુ કેન તનાકા વિશે વાત કરીએ, તો તેઓ જાપાનના ફુકુઓકા શહેરમાં રહે છે.તેઓનો જન્મ ૨ જાન્યુઆરી, ૧૯૦૩માં ફુકુઓકાના એક ગામમાં થયો હતો હાલ તેણી એક નર્સિંગ સેન્ટરમાં રહે છે. જયાં તેમની તપાસ સારસંભાળ લેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.