Abtak Media Google News

ગંદા ટોયલેટસના ઉપયોગથી ભારતમાં ૩૦ ટકા કરતા વધુ સ્ત્રીઓ યુરીનરી ટ્રેક ઈન્ફેકશનથી પીડાય છે

આજના આધુનિક યુગમાં ટેકનોલોજી અને અવનવા આઈડીયાઓ દ્વારા મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ લાવવો શકય છે. જયારે આ બાબતનું એક તાજેતરનું ઉદાહરણ આઈઆઈટી મદ્રાસના છાત્રો છે. આઈઆઈટી મદ્રાસના પાંચ છાત્રોએ ટોયલેટસ સ્વચ્છ રાખવાની હેન્ડસ ફી ટેકનોલોજી વિકસાવી છે કે ગોલરા અને આળસુ લોકો માટે ખૂબ ઉપયોગી નીવડશે.

ભારતમાં જાહેર શૌચાલયો નો ઉપયોગ ખૂબજ ભયાનક છે. જાહેર શૌચાલયો એકદમ ગંદા ભરેલા હોય છે. આવા ગંદા ટોયલેટસમાં મોટી માત્રામાં જીવાણુંની સંખ્યા હોય છે. ભારતમાં ૩૦ ટકાથી વધુ સ્ત્રીઓ ૨૫ થી ૫૦ વર્ષનાં સમય દરમિયાન યુરીનરી ટ્રેક ઈન્ફેકશન (યુટીઆઈ)થી પીડાય છે. મદ્રાસની આઈઆઈટીના છાત્રોએ આવા જાહેર શૌચાલયો સ્વચ્ત્રછ રાખવા એક સીમપ્લ ફૂટ પેડલ બનાવ્યું છે. જેના દ્વારા ટોયલેટસ સીટને સાફ કરી શકાય છે.

આ હેન્ડસ ફ્રી ટેકનોલોજીથી સજજ સીમ્પલ ફૂટ પેડલ બજારમાં ૭૫૦ ‚પીયાની કિંમતે ઉપલબ્ધ થશે તેવી ધારણા છે. જો કે, આ બનાવવાનો ખર્ચ ‚ા.૫૦૦ છે ઈન્ટરનેશનલ જનરલ ઓફ સેલ સાયન્સ એન્ડ બાયોટેકનોલોજીના સંશોધનો અનુસાર યુરીનરી ટ્રેક ઈન્ફેકશન (યુટીઆઈ) બીજા નંબરનું સામાન્ય ઈન્ફેકશન છે જે સૌથી વધુ સ્ત્રીઓને થાય છે.ગંદા અને અસ્વચ્છ ટોયલેટનો ઉપયોગ કરવાથી આ ઈન્ફેકશન થતું હોય છે.

મદ્રાસની આઈઆઈટીના છાત્રોને આ ટેકનોલોજી વિકસાવતા પાંચ મહિના લાગ્યા હતા આ ડિવાઈસ દ્વારા હાથનો ઉપયોગ કર્યા વગર ટોયલેટસને સાફ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.