કેટરીના અને આલિયાના બહેનપણા બોલીવુડમાં ચર્ચાના ચગડોળે

ketrina and aliya
ketrina and aliya

અત્યારે આ બન્ને ટોચની હિરોઈનો એકબીજા સાથે સારો એવો કવોલીટી ટાઈમ વિતાવી રહી છે

બોલીવુડની ટોચની હિરોઈન કેટરીના કૈફ અને આલિયા ભટ્ટના બહેનપણા બોલીવુડમાં ચર્ચાના ચગડોળે ચડયા છે. એટલા માટે કે બોલીવુડમાં એવું કહેવાય છે કે, બે હિરોઈનો કદી એકબીજાની બહેનપણી હોઈ ન શકે. પરંતુ કેટરીના અને આલિયા ભટ્ટ અત્યારે એકબીજા સાથે સારો એવો કવોલીટી ટાઈમ વિતાવી રહી છે.

તેઓ બહાર ફરવા જાય છે, રેસ્ટોરન્ટમાં જાય છે, સાથે જીમમાં જાય છે, સાથે સ્વીમીંગ કરે છે, સાથે શોપીંગ કરે છે અને ફિલ્મી પાર્ટીઓમાં પણ એકબીજાની રાહ જુવે છે.

કેટરીના કૈફની ફિલ્મ ટાઈગર જીંદા હૈ, આગામી ૨૨મી ડિસેમ્બરે રીલીઝ થવાની છે ત્યારે તે ફિલ્મનું પ્રમોશન પણ કરી રહી છે અને બહેનપણી આલિયા સાથે ટાઈમ વિતાવી રહી છે. તેઓ હજુ હમણા જ શાહરુખ ખાનની બર્થડે પાર્ટીમાં સાથે હતા. તેમની સેલ્ફીઓ અને અન્ય તસ્વીરો સોશ્યલ મીડિયા પર ધુમ મચાવે છે.

આ સિવાય બોલીવુડમાં સોનમ કપુર અને જેકલીન ફર્નાન્ડીઝ પણ એકબીજાની બહેનપણી બની ગઈ છે. સોનમ જેકલીનને ફેશન માટે ટીપ્સ આપતી રહે છે. એવું લાગે છે કે, સોનમની ટીપ્સના કારણે જ અત્યારે જેકલીન જામી ગઈ છે. તેની આગામી ફિલ્મ રેસ-૩ માટે તે સેમી માર્શલ આર્ટસની તાલીમ લઈ રહી છે. ફિલ્મ જેન્ટલમેન માટે પણ તે પોલ ડાન્સ શિખી હતી.

Loading...