કેશાદ: અજાબ રોડના અક્ષયગઢ ખાતે બાઇક અને કાર વચ્ચે અકસ્માત

341

કેશાદના અજાબ રોડના અક્ષયગઢ ખાતે બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો છે. બાઇક સવાર પિતા પુત્રને ગંભીર ઇજા થવા પામી છે, અને જુનાગઢ ખાતે સારવાર માટે ખસેડાયા છે.

ગાંગેચાના રહેવાસી હમીરભાઇ જીવાભાઇ દયાતર અને તેમના દિકરા મનુભાઇ હમિરભાઇ દયાતર પોતાના ગામેથી વાયા કેશોદ થઇ સબંધીને મળવા કણેરી ગામે જતા હતા ત્યારે અક્ષયગઢ ખાતે અકસ્માત થયો હતો.

પુરપાટ દોડતી કાર બાઇકને ઠોકર મારી ભાગી છુટી હતી પરંતુ અકસ્માત સ્થળે હાજર અન્ય રાહદારીએ બાઇક દ્વારા કારનો  પીછો કરી રોકવી હતી.કારના નંબર જોતાં દિલ્હીની હોવાનું જાણવા મળી રહ્યું છે.

Loading...