માંડવી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કારસેવકોનું સન્માન કરાયું

માંડવી ખાતે પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કારસેવકો નું સન્માન સમારોહ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં માંડવી તાલુકા ના ૩૧ જેટલા કારસેવકો નું સન્માન કરવા માં આવ્યું હતું. જ્યારે અયોધ્યા માં ભગવાન શ્રી રામ નું ભવ્ય મંદિર નું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે ત્યારે એની પૂર્વ સંધ્યા કારસેવકો સન્માન સમારોહ માંડવી માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવા માં આવ્યું.

કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટય, વ્યક્તિગત ગીત, પ્રાસંગિક પ્રવચન, કારસેવકો નું સન્માન કરવા માં આવ્યું હતું ત્યારે બાદ કારસેવકો દ્વારા તેમના અનુભવ વ્યક્ત કરવા માં આવ્યું હતું.

આ પ્રસંગે રાજેશભાઇ સોરઠીયા (માંડવી તાલુકા સંઘ સંચાલક), શાંતિલાલભાઈ ગણાત્રા (માંડવી શહેર સંઘ સંચાલક), ચંદુભાઈ રૈયાણી (પ્રશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી), જીવરાજભાઈ ગઢવી (વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ અધ્યક્ષ), અંનિરુદ્ધ ભાઈ દવે (કારસેવક), મેહુલભાઈ શાહ (કારસેવક) સહિત ના લોકો ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે વિજયસિંહ પઢીયાર, ખુશાલભાઈ ચાંદ્રોગા, ખુશાલભાઇ ગઢવી, જીગરભાઈ બાપટ, હર્ષિવીરસિંહ જાડેજા, કરશનભાઈ ગઢવી, ધૈર્યભાઈ કારાણી સહિત ના હોદેદારો એ જહેમત ઉઠાવી હતી એવું વિભુ સંઘવી ની યાદીએ જણાવ્યું હતું.

Loading...