Abtak Media Google News

લોકોમાં વધતાં જતાં સ્માર્ટફોનના ઉપયોગને લઈને મોબાઈલ નિર્માતા કંપનીઑ દિન પ્રતિદિન નવા નવા ફોન લોન્ચ કરી રહી છે. તેવા એક વઘુ સ્માર્ટફોન બજારમાં લોન્ચ થયો છે. જેની કિમત 6500 રૂપિયા કરતાં પણ ઓછી છે. કંપની તેને બજેટ ફોન બતાવી રહી છે.

સ્વદેશી સ્માર્ટફોન નિર્માતા કંપની કાર્બનએ પોતાની ટાઈટેનિયમ સીરિઝ નો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ  આ સ્માર્ટફોનની નામ ટાઈટેનિયમ જંબો નામ રાખ્યું છે.

 

આ સ્માર્ટફોનના ફીચરની વાત કરીએ તો તેમાં 5 ઇંચની ડિસ્પ્લે,1.3 ગિગાહર્ટ્જ ક્વાડ-કોર પ્રોસેસર, 2 GB રેમ અને 16 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે ડ્યુઅલ સિમ સપોર્ટેડ છે. કંપનીનો દાવો છે કે આ ફોનની બેત્તરી 16 કલાક સુધી ચાલશે. કેમેરાની વાત કરવામાં આવે તો 13 MP રિયર અને 8 MP ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.